આમચી મુંબઈ

લોકલની સ્પીડ વધારવાનો મધ્ય રેલવેનો નિર્ણય

મુંબઈ: મધ્ય રેલવેમાં મોટાભાગે ટ્રેનો મોડી પડતી હોય છે જેને લીધે લાંબી મુસાફરી કરતાં પ્રવાસીઓના હાલ થાય છે. આ સમસ્યાને ઉકેલવા મધ્ય રેલવે દ્વારા હાર્બર અને ટ્રાન્સ લાઇનમાં ટ્રેનની ગતિને વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. તેથી હાર્બર અને ટ્રાન્સ હાર્બર આ બે લાઇનો પર ટ્રેનની સ્પીડને વધારીને ૮૦ કિમી વધારીને ૧૦૦ કિમી કરવામાં આવી છે.
હાલમાં મુંબઈના સીએસએમટીથી પનવેલ જવા માટે લગભગ એક કલાક ૨૦ મિનિટનો પ્રવાસ કરવો પડે છે તેમજ થાણેથી વાશીની મુસાફરી માટે ૩૦ મિનિટનો સમય લાગે છે. ટ્રેનની સ્પીડને ૮૦ કિમી વધારીને ૧૦૦ કિમી કર્યા બાદ આ પ્રવાસનો સમય અંદાજે ૧૦ મિનિટથી ઘટી ગયો છે. આ નિર્ણયથી લોકલ ટ્રેનો સમયસર સ્ટેશને પહોંચતા મુસાફરી ઝડપી બનશે. એવું એક અધિકારીએ જણાવ્યું હતું.
સીએસએમટી અને તિલકનગર સ્ટેશન વચ્ચેના દર બે રેલવે સ્ટેશનની વચ્ચેનું અંતર લગભગ એકથી બે કિમી જેટલું છે. તેથી દરેક સ્ટેશન પર લોકલની સ્પીડ ઘટાડીને ફરી વધારવી પડે છે. પણ તિલકનગર સ્ટેશન બાદ સ્ટેશનો વચ્ચેનું અંતર વધારે હોવાથી લોકલ ટ્રેનોની સ્પીડને વધારવું શક્ય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button