આમચી મુંબઈ

સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ૧ જુલાઈથી ચાર ટકાનો વધારો

નવેમ્બરના પગારમાં મળશે એરિયર્સ

મુંબઈ: મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ રાજ્યના સરકારી કર્મચારીઓને એક મોટી ભેટ આપી છે. શિંદે સરકારે એક જુલાઈથી કર્મચારીઓને મળતા મોંધવારી ભત્તુંમાં ચાર ટકાનો વધારો નિર્ણય લીધો છે. સરકારે આપેલા આદેશ મુજબ એક જુલાઈ ૨૦૨૩ થી સાતમા વેતન આયોગ મુજબ સુધારીત વેતન નિયમમાં કુલ પગાર પર જારી કરવામાં આવેલા મોંધવારી ભત્તુંનો દર ૪૨ થી વધારીને ૪૬ ટકકા કરવામાં આવશે. હાલમાં મોંધવારી ભત્તુંમાં વધારો એક જુલાઈ ૨૦૨૩ થી ૩૧ ઓક્ટોબર ૨૦૨૩ આ કાર્યકાળમાં રાખેલી રકમ સાથે નવેમ્બરના પગાર સાથે રોકડમાં આપવામાં આવે તેવો નિર્ણય સરકાર દ્વાર લેવામાં આવ્યો છે.
મોંધવારી ભત્તુંની રકમ આપવા માટે હાલની જોગવાઇઓ અને પ્રક્રિયા તેવીજ રીતે લાગુ રાખવામા આવશે. આ મામલે થનારો ખર્ચ સંબંધિત સરકારી કર્મચારીના પગાર અને ભત્તુંના એકાઉન્ટ હેઠળ ખર્ચો નાખવામાં આવે છે, આ એકાઉન્ટ હેઠળ ખર્ચો નાખીને તે માટે મંજૂર કરેલા અનુદાનમાથી વિભાજિત કરવામાં આવવું.અનુદાન મળેલી સંસ્થા અથવા જિલ્લા પરિષદ કર્મચારી બાબતે સંબંધિત એકાઉન્ટ જ્યાં સબ હેડ એકાઉન્ટ પાસે સહાયક અનુદાનનો ખર્ચ નાખવામાં આવે છે તે સબ હેડ એકાઉન્ટ પાસે આ ખર્ચ આપવામાં આવે. ઉ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button