નેશનલ

વિધાનસભામાં એસસી/એસટી પ્રતિનિધિત્વઃ સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો આ આદેશ

નવી દિલ્લી: સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને અનુસૂચિત જાતિ (એસી) અને અનુસૂચિત જનજાતિ (એસટી) તરીકે નિયુક્ત સમુદાયોના પ્રમાણસર પ્રતિનિધિત્વને સુનિશ્ચિત કરવા માટે એક નવું સીમાંકન આયોગનું ગઠન કરવાનો આદેશ આપ્યો છે.
પશ્ચિમ બંગાળ અને સિક્કિમની વિધાનસભાઓમાં અનુસૂચિત જનજાતિઓ માટે માટે પ્રમાણસર પ્રતિનિધિત્વની માંગણી મુદ્દે ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા (સીજેઆઈ)ની અધ્યક્ષતા હેઠળની બેન્ચે કેન્દ્ર સરકારને એસસી/એસટીના રૂપમાં સૂચિત સમુદાયોનું પ્રમાણસર પ્રતિનિધિત્વની ખાતરી કરવા માટે નવું સીમાંકન પંચ (ડિલિમિટેશન કમિશન)નું ગઠન કરવાનો આદેશ આપ્યો છે.

આ મામલે બુધવારે કોર્ટે કહ્યું હતું કે કેન્દ્ર સરકારે એસસી/એસટીના રૂપમાં નામાંકિત સમુદાયોનું પ્રમાણસર પ્રતિનિધિત્વની ખાતરી કરવા માટે નવા સીમાંકન પંચની પુનઃરચના કરવાનો અનુરોધ કર્યો હતો.

જોકે, કોર્ટે કેન્દ્ર સરકારની એ દલીલને સ્વીકારી નહોતી, જેમાં કેન્દ્ર સરકારે કહ્યું હતું કે 2026ની વસ્તી ગણતરી થાય ત્યાં સુધી સીમાંકન પંચનું ગઠન કરી શકાય એમ નથી. આ મામલે કોર્ટે કહ્યું હતું કે અમે સંસદને કાયદા બનાવવાનો આદેશ આપી શકતા નથી.

કોર્ટે જણાવ્યું હતું કે આર્ટિક્લ 327 મુજબ સંસદને ચૂંટણીના મતવિસ્તારના પરિસીમન સાથે ચૂંટણીના સંબંધમાં જોગવાઈ કરવાનો અધિકાર આપે છે તેમ જ આર્ટિક્લ 325માં ચૂંટણી પંચ પાસે ચૂંટણી પર નિયંત્રણ અને તપાસ કરવાનો અધિકાર પ્રાપ્ત છે.

પશ્ચિમ બંગાળ અને સિક્કિમની વિધાનસભામાં શેડ્યુલ કાસ્ટ માટે પ્રમાણસર પ્રતિનિધિત્વ કરવાની માગણીને લઈને સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button