મેટિની

ફન વર્લ્ડ

‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી શનિવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.

ઓળખાણ પડી?
પાંચ દાયકાની હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની લાંબી કારકિર્દીમાં અનેક કલાકાર સાથે કામ કરનારા રિશી કપૂર નસીરુદ્દીન શાહ સાથે નજરે પડ્યા હોય એવી એક માત્ર ફિલ્મની ઓળખાણ પડી?
અ) રંગીલા રતન બ) ઝહરીલા ઈન્સાન ક) ખોજ ડ) બારૂદ

ભાષા વૈભવ…
હિન્દી – ગુજરાતી જોડી જમાવો
A B
बल्ला ગ્લવ્ઝ
क्षेत्ररक्षक બોલ
गेंद સ્પિન
दस्ताने ફિલ્ડર
फिरकी બેટ

ગુજરાત મોરી મોરી રે
૧૯૭૧માં સૌપ્રથમ રજૂ થયેલું અવિનાશ વ્યાસ લિખિત અને ગૌરાંગ વ્યાસની સ્વર રચનાથી બેહદ લોકપ્રિયતાને વરેલું ’હુતુતુતુ જામી રમતની ઋતુ’ કોણે સૌપ્રથમ ગાયું હતું?
અ) મહેન્દ્ર કપૂર બ) મુકેશ ક) તલત મેહમૂદ ડ) મન્ના ડે

જાણવા જેવું
‘અભિમાન’ ફિલ્મના શૂટિંગ દરમિયાન અમિતાભ અને જયા ભાદુડીએ લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. શૂટિંગ પૂરું થયા પછી બંને વિદેશ ફરવા જવા ઉત્સુક હતા, પણ અમિતજીના પિતાશ્રી હરિવંશરાય બચ્ચનની દલીલ હતી કે લગ્ન કર્યા પછી જ બંને સાથે વિદેશ ફરવા જઈ શકે છે. બિગ બીએ બાબુજીની વાત માની લીધી અને બંને પરણી ગયા.

ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાન અને ધક ધક ગર્લ માધુરી દીક્ષિત કઈ ફિલ્મમાં સાથે કામ કર્યું હતું એ આપેલા વિકલ્પમાંથી શોધી કાઢો.
અ) તેજાબ બ) દિલ હૈ કે માનતા નહીં ક) દિવાના મુજસા નહીં ડ) સાજન

નોંધી રાખો
અનેક વાર સાંભળવા મળતું હોય છે કે લોકો જીવનમાં ક્યારે, કેટલા બદલાઈ જતા હોય છે ખબર નથી પડતી. જોકે, મહત્ત્વનું એ છે કોણ ક્યારે કેટલું શીખવી જતા હોય છે.

માઈન્ડ ગેમ
લતા મંગેશકરે ગાયેલું ‘કાશ્મીર કી કલી હૂં મૈં, મુજસે ના રૂઠો બાબુજી’ ૧૯૬૦ના દાયકાની કઈ હિટ ફિલ્મનું છે એ કહી શકશો? હીરો શમ્મી કપૂર હતો.
અ) પ્રોફેસર બ) જંગલી
ક) કાશ્મીર કી કલી ડ) તીસરી મંઝીલ

ગયા શુક્રવારના જવાબ
ભાષા વૈભવ
A B
ठठेरा કંસારો
जिल्दसाज કાગદી
कुँजडा કાછિયો
ठेकेदार કોન્ટ્રેક્ટર
किसान ખેડૂત

ગુજરાત મોરી મોરી રે
કાંતિ મડિયા

ઓળખાણ પડી?
રીના રોય

માઈન્ડ ગેમ
શતરંજ કે ખિલાડી

ચતુર આપો જવાબ
કાશ્મીર કી કલી

ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) મૂલરાજ કપૂર (૩) કિશોરકુમાર જીવણદાસ વેદ (૩) સુભાષ મોમાયા (૪) નીતા દેસાઈ (૫) ભારતી બુચ (૬) જ્યોત્સના ગાંધી (૭) ખુશરૂ કાપડિયા (૮) ડો. પ્રકાશ કટકિયા (૯) ભારતી પ્રકાશ કટકિયા (૧૦) નિખિલ બંગાળી (૧૧) અમીશી બંગાળી (૧૨) વિભા મહેશ્ર્વરી (૧૩) પુષ્પા પટેલ (૧૪) શ્રદ્ધા આશર (૧૫) લજિતા ખોના (૧૬) જ્યોતિ ખાંડવાલા (૧૭) પ્રવીણ વોરા (૧૮) મહેન્દ્ર લોઢાવિયા (૧૯) દેવેન્દ્ર સંપટ (૨૦) મનીષા શેઠ (૨૧) ફાલ્ગુની શેઠ (૨૨) નંદકિશોર સંજાણવાળા (૨૩) મીનળ કાપડિયા (૨૪) તાહેર ઔરંગાબાદવાલા (૨૫) શીરીન ઔરંગાબાદવાલા (૨૬) મહેશ દોશી (૨૭) વર્ષા સૂર્યકાંત શ્રોફ (૨૮) વિણા સંપટ (૨૯) રજનીકાંત પટવા (૩૦) સુનીતા પટવા (૩૧) દિલીપ પરીખ (૩૨) ભાવના કર્વે (૩૩) સુરેખા દેસાઈ (૩૪) શિલ્પા શ્રોફ (૩૫) પ્રગનેશ કે. સાહેબ (૩૬) નિતીન બજરિયા (૩૭) હર્ષા મહેતા (૩૮) જગદીશ ઠક્કર (૩૯) અંજુ ટોલિયા (૪૦) રશીક જુથાણી – ટોરંટો – કેનેડા (૪૧) પુષ્પા ખોના (૪૨) રમેશ દલાલ (૪૩) ઈનાક્ષી દલાલ (૪૪) હિનાબેન દલાલ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button