મેટિની

ફિલ્મોની અભિનેત્રીઓ કેટલું કમાય છે?

આજકાલ – કવિતા યાજ્ઞિક

ભારતીય ફિલ્મ જગતમાં હંમેશાં એક ચર્ચા ચાલે છે કે અભિનેત્રીઓને અભિનેતાઓ જેટલું મહેનતાણું મળતું નથી, જ્યારે મહેનત બંને સરખી કરે છે. ફિલ્મી હીરો લોગ, કરોડોની તગડી ફી વસૂલવા ઉપરાંત ફિલ્મના નફામાં ભાગ માગતા હોવાની વાત પણ કહેવાતી હોય છે. કેટલાક સુપરસ્ટાર પોતે જ ફિલ્મના સહનિર્માતા બની જાય છે એટલે તેમના બંને હાથમાં લાડવા હોય. તો એ કુતૂહલ ચાહકોને જરૂર હશે કે અભિનેત્રીઓ ખરેખર કેટલી કમાણી કરતી હશે?

અભિનેત્રીઓને સ્ક્રીન પર તો પોતાના અભિનયનો જાદુ પાથર્યો જ છે, સાથે તેમને ખૂબ લોકચાહના અને આર્થિક સફળતા પણ મળી છે. કેટલીક અભિનેત્રીઓ જેઓ અભિનેતાઓ જેટલી નહીં તો પણ તેમને ટક્કર મારે તેવી કમાણી તો કરે જ છે.

પ્રિયંકા ચોપરા

આ યાદીમાં ટોપ પર બીજું કોઈ નહીં પણ લોકપ્રિય પ્રિયંકા ચોપરા છે. તેના મંત્રમુગ્ધ કરી દેતા અભિનય , આંતરરાષ્ટ્રીય માન્યતા અને વ્યવસાયિક સાહસો સાથે, પ્રિયંકાએ વારંવાર સાબિત કર્યું છે કે તે માત્ર એક પ્રતિભાશાળી અભિનેત્રી નથી પણ મનોરંજન ઉદ્યોગમાં એક પ્રચંડ શક્તિ પણ છે. એક લોકપ્રિય ઓનલાઇન પ્લેટફોર્મના સર્વે અનુસાર, તે દરેક ફિલ્મ અથવા વેબ શો માટે ૧૫થી ૪૦ કરોડ રૂપિયાની વચ્ચે ચાર્જ કરે છે.

દીપિકા પદુકોણ

ફિલ્મો માટે ફી વસૂલવામાં દીપિકા પ્રિયંકાથી બહુ પાછળ નથી. પ્રિયંકા હવે હિન્દી ફિલ્મોમાં એટલું દેખાતી નથી, અથવા તેના શબ્દોમાં લોકો તેને ફિલ્મ ઓફર કરતા નથી. અને તે પરદેશમાં વસે છે. ત્યારે દીપિકા આ મામલે ભારતમાં મજબૂત સ્થિતિમાં છે. દીપિકા પદુકોણને ગેહરિયાં માટે ૨૨ કરોડ ચૂકવવામાં આવ્યા હતા જેમાં નફાનો હિસ્સો અને પઠાણ ફિલ્મનો પણ સમાવેશ થાય એવું કહેવાય છે.

આલિયા ભટ્ટ

ત્રીજા સ્થાને ચોક્કસ આલિયા ભટ્ટ આવે છે. આલિયા ભટ્ટ આરઆરઆર માટે ૨૦ કરોડ હતી, પરંતુ આ દરો કાયમી નથી અને આલિયા કરણ જોહરની ફિલ્મો માટે ઘણી ઓછી ફી લે છે.

કંગના રનૌત

ચર્ચાસ્પદ અભિનેત્રી કંગના પણ તગડી ફિલ્મ વસૂલે છે. કહેવાય છે કે ક્વીન સ્ટાર કંગના રનૌત પ્રતિ ફિલ્મ ૧૫ કરોડથી ૨૭ કરોડ રૂપિયા ચાર્જ કરે છે અને તે દેશની સૌથી વધુ કમાણી કરનાર અભિનેત્રીઓમાંની એક છે.

કેટરીના કૈફ

ઝિંદગી ના મિલેગી દોબારા સ્ટાર કેટરિના કૈફ ભારતની સૌથી સફળ અભિનેત્રીઓમાંની એક છે. ઓનલાઇન પ્લેટફોર્મના સર્વે મુજબ, તે એક ફિલ્મ દીઠ રૂ. ૧૫થી ૨૧ કરોડ લે છે.
આ લિસ્ટમાં તેમના પછી અનુષ્કા શર્મા, શ્રદ્રા કપૂર અને કરીના કપૂર ખાનનો પણ સમાવેશ થાય છે. જોકે તેમ છતાં આ બધી અભિનેત્રીઓ અભિનેતાઓ કરતાં તો ઓછું જ કમાય છે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત