આમચી મુંબઈ

મરાઠાઓની માગણીઓ મુદ્દે મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાને આપ્યું મહત્ત્વનું નિવેદન

મુંબઈ: સરકાર મરાઠાઓ દ્વારા ઉઠાવવામાં આવેલી માંગણીઓને સંબોધિત કરવા માટે સકારાત્મક છે અને સમુદાયને અનામત આપવાના પ્રયાસો ચાલુ છે, એમ મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ગુરુવારે જણાવ્યું હતું.

મરાઠા સમુદાયનું એક પ્રતિનિધિમંડળ સોલાપુર જિલ્લાના પંઢરપુરમાં ફડણવીસને મળ્યું હતું, જ્યાં નાયબ મુખ્યપ્રધાન અને તેમની પત્નીએ ગુરુવારે કાર્તિકી એકાદશીના અવસરે ભગવાન વિઠ્ઠલ અને દેવી રુક્મિણીના મંદિરમાં પૂજા કરી. આ સમુદાય સરકારી નોકરીઓ અને શિક્ષણમાં અનામતની માંગ કરી રહ્યો છે.

નાયબ મુખ્ય પ્રધાને જણાવ્યુ હતું કે મેં મરાઠા સમુદાયને ખાતરી આપી છે કે રાજ્ય સરકાર તેમની માંગણીઓ પ્રત્યે સકારાત્મક છે. મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ સમુદાયને અનામત આપવાનું આશ્વાસન આપ્યું છે. અમે સંપૂર્ણ સમર્થન સાથે તેમની પાછળ ઊભા છીએ. સમસ્યાનો ચોક્કસ ઉકેલ લાવવામાં આવશે. મરાઠા સમુદાયને અનામત આપવાના પ્રયાસો ચાલુ છે.

પ્રતિનિધિમંડળે રાજ્ય સરકાર પાસે પંઢરપુરમાં મરાઠા ભવનનું નિર્માણ કરવા, અન્નાસાહેબ પાટીલ આર્થિક વિકાસ મહામંડળ અને સાર્થીના ઉપ-કેન્દ્રો શરૂ કરવા અને મંદિરના નગરમાં વિદ્યાર્થીઓ માટે છાત્રાલયનું નિર્માણ કરવા જમીનનો ટુકડો આપવાની માંગ કરી છે.

ફડણવીસે કહ્યું કે રાજ્ય સરકાર આ તમામ માંગણીઓ પ્રત્યે સકારાત્મક છે. સોલાપુર જિલ્લા કલેક્ટર મરાઠા ભવન અને છાત્રાલય બનાવવા માટે પ્રતિનિધિમંડળને આગામી ૧૫ દિવસમાં ઉપલબ્ધ જમીનના પાર્સલ બતાવી શકે છે. સરકાર જે સ્થળ તરફેણ કરશે તે સ્થળ ફાળવશે. અમે આગામી ચોમાસા પહેલા બાંધકામ પણ શરૂ કરીશું, એમ તેમણે જણાવ્યું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button