આપણું ગુજરાતસ્પેશિયલ ફિચર્સ

ગિરનારની પરિક્રમા પાર્ટ-1ઃ જાણો રોચક ઈતિહાસ

કારતક સુદ અગિયારસથી શરૂ થતી ગિરનારની લીલી પરિક્રમા અંગે ની માહિતી ની આ પોસ્ટ છે. ગિરનાર ની લીલી પરિક્રમા કેમ કરે છે તે વિશે આશરે 24000 વર્ષો પહેલાંની એક વાર્તા છે. લગભગ 30000 વર્ષ પહેલાં, પૃથ્વી પર પૃથ્વીની ગતિ પ્રતિ કલાક 25000 કિ.મી. હતી, દક્ષિણ ભારતીય સાહિત્યમાં ઉલ્લેખ છે કે તેમાં પર્વત ને પાંખો હતી.

બ્રહ્મા ભગવાન પૃથ્વીની યોજના કરતી વખતે તેઓએ પર્વતની પાંખો કાપી નાખી જેથી પવનની ગતિ પ્રતિ કલાક 20 થી 100 કિ.મી. થઈ ગઈ. તેની બહેનનાં લગ્ન મા હિમાલય જવા માટે ગિરનાર દરિયાની બહાર નીકળ્યો અને સમુદ્રથી માત્ર 50 કિ.મી. દૂર જમીન પર સ્થિર થયો.

ગિરનાર ને હિમાલય જવા માટે કોઈ શક્ય ન થયું તેથી આગામી ત્રિપુરી પૂર્ણિમા પર માતા પાર્વતી ભગવાન શિવ સાથે ગિરનાર આવ્યા શિવ પાર્વતીના લગ્નમાં સર્વ ભગવાન રૂષિ મુનિ, નવગ્રહ અષ્ટ સિદ્ધિ નવનીધી 52 વીર 64 દેવી 11 જળદેવતા, નવનાગ, અષ્ટ વસુ, કુબેર ભંડારી તે બધા શિવ પાર્વતી સાથે 4 દિવસ ગિરનાર ની પરિક્રમા મા કરી,

તે સમય દરમિયાન બધા દેવતાઓ ગિરનારના જંગલમાં રહ્યા હતા સને ત્યાર થી આજે પણ કાર્તિક એકાદશી થી કાર્તિક પૂર્ણિમા સુધી તમામ દેવી-દેવતાઓ ગિરનાર પર્વત ના જંગલ ના માર્ગમાં રૉકાણા હતા.

આજે તો આખી વાત જ અલગ છે પરિક્રમા માં થતાં ખોટા કામો તેમજ પ્લાસ્ટિકનો બેફામ દુરુપયોગ કરી અને વધુ પડતા માણસોનો ધસારો એના મૂળ હેતુઓ થી વિપરીત પ્રકૃતિને નુકસાન કર્તા બને છે. ઉપરાંત હું જોઈ રહ્યો છું થોડા વરસથી કે નિર્ધારિત દિવસથી 4 દિવસ અગાઉ જ લોકો ધસી આવે ને અવ્યવસ્થા ઉભી થઇ જાય.

તમે નહિ જાણતા હોય એવી ગીરનાર પર્વતની કેટલીક અજાણી વાતો.

ગિરનાર પર્વત ગુજરાતનાં જૂનાગઢ શહેરથી પાંચ કિલોમીટર ઉતરે આવેલ પર્વતોનો સમુહ છે. જયાં સિધ્ધ ચોરાસીનાં બેસણાં છે. આ ગિરનાર પર્વતમાં કુલ પાંચ ઉંચા શિખરો આવેલા છે.

જેમાં ગોરખ શિખર 3600, અંબાજી 3300, ગૌમુખી શિખર 3120, જૈન મંદિર શિખર 3300 અને માળીપરબ 1800 ફુટની ઉંચાઈઓ ધરાવે છે. જેથી ગિરનાર પર્વત ગુજરાતનો પણ ઉંચામાં ઉંચો પર્વત છે.

ગિરનારના પાંચ પર્વતો પર કુલ થઇને 866 મંદિરો આવેલા છે. પત્થરોનાં બનાવેલ દાદરા અને રસ્તો એક ટોચ પરથી બીજી ટોચ પર લઇ જાય છે. લોકમાન્યતા મુજબ ગિરનારના કુલ 9,999 પગથિયા છે. આજના આર્ટિકલ માં આપણે ગિરનારની પરિક્રમા અને તેના મહત્વ વિશે વધુ જાણીશું.

સૌ પ્રથમ આવતા ભવનાથ મંદિરમાં શિવની પુજા થાય છે. અહીં ‘નાગા બાવા’ઓ શિવરાત્રી ઉજવવા આવે છે. 4,000 પગથિયા ઉપર પહોંચ્યા પછી પ્રથમ શિખરે પહોંચવા માટે 800 પગથિયા બાકી રહે છે, ત્યારે આવતા સપાટ વિસ્તારમાં જૈન મંદિર પરિસર છે.

12થી 16મી સદી વચ્ચે બંધાયેલા આ મંદિરોમાં એક જગ્યા એવી છે, જ્યાં 700 વર્ષના તપ પછી જૈન ધર્મના 22મા તીર્થંકર નેમીનાથ કાળધર્મ પામ્યા હતા. બીજા 2000 પગથિયા પછી અંબા માતાનું મંદિર આવે છે.હિન્દુઓ, જૈનો તેના દર્શને આવે છે અને નવપરિણિત દંપતિઓ આશીર્વાદ લેવા આવે છે.

છેલ્લા 2000 પગથિયાં માં ડર લાગેછે, પરંતુ શિખર પરથી ભવ્ય દ્રશ્ય જોવા માટે મળે છે. પછી પથરીલો પ્રવાસ ચાલુ રહે છે, 100 પગથિયાં નીચે ઉતરીને 100 પગથિયાં ચડતાં બીજું શિખર આવે છે. છેલ્લે કાળકા માતાનું મંદિર આવે છે, જ્યાં અઘોરી બાવા તેમના શરીરે સ્મશાનની ભભૂતિ લગાવે છે.

ગિરનારએ જ્વાળામુ્ખી દવારા બનેલો પર્વત છે. જેના ઉપર સિધ્ધચોરાસી સંતોનાં બેસણા છે. સંતો-શુરાઓ અને સતીઓની આ પવિત્ર ભુમિ છે, કે જેના કણ કણમાં આદિ કવિ નરસિંહ મહેતા,સાહિત્યકારો, કવિઓ અને જગવિખ્યાત ગિરના સાવજ(સિંહ) જગ પ્રસિધ્ધ છે.આવી આ ધરતી પર ઘણા વર્ષોથી યોજાતી પરિક્રમા દર વર્ષે યોજાય છે. જેને લોકોની ભાષામાં લીલી પરિક્રમા કહેવાય છે. ગરવા ગિરનારની ફરતે યોજાતી આ ૩૬ કી.મી. ની ચાર દિવસ પરિક્રમામાં જુદાજુદા સ્થળોએથીલોકો આવે છે.

આ પરિક્રમા કારતક સુદ અગીયારસ ( દિવાળી) થી ચાલુ થાય છે અને પૂનમને દિવસે એટલે કે દેવ દિવાળીનાં દિવસે પુર્ણ થાય છે. આ પરિક્રમા કેટલા સમયથી શરૂ છે, એની કોઈ પાક્કી માહિતી નથી પરંતુ અગાઉના સમયમાં ફકત સાધુ-સંતોજ કોઈ પણ જાતનાં સરસામાન લીધા વિના કરતા હતા અને તે દરમિયાન ભજન ભકિત થતી હતી.

ત્યાર બાદ સમય બદલાતા, આ પરીક્રમા સંસારી માણસો પણ કરવા લાગ્યા જેમાં ભોજન પ્રસાદ થવા લાગ્યો અને સામાજીક સંસ્થાઓ દ્વારા અન્નક્ષેત્ર પણ ચલાવવામાં આવે છે. ગિરનારની આ પરિક્રમા ખૂબ પ્રચલીત છે.

આ પરિક્રમાનું મહત્વ ખાસતો એટલા માટે વધી જાય છે, કારણકે ગિરનાર માં એક સાથે અલગ અલગ પ્રાંત, રીતરીવાજ અને પહેરવેશનાં લોકોની સંસ્ક્રુતિને જાણવાનો મોકો મળે છે.

શહેરની તમામ સુખ સુવિધાથી , તમામ તણાવથી દુર પ્રક્રુતિનાં ખોળે અને જંગલની હરિયાળી વચ્ચે વહેતા ઝરણાઓની સાથે , કલરવ કરતા પક્ષીઓ સાથે પ્રક્રુતિના ખોળામાં જીવનની ભાગદોડથી રાહત મેળવવા તેમજ તમામ પ્રકારનાં દુ:ખ ભુલીને આવનાર સમયમાં સત્યને પામવા માટે આ પગપાળા પરિક્રમા યોજાય છે.

તે દરમિયાન કેડીઓ, ધુળીયા રસ્તાઓ, ડુંગરો, નાના મોટા ઝરણાઓ, ખીલેલી વનરાઈ અને કુદરતી સૌંદર્ય જે કાશ્મીરની વાદીઓને યાદ કરાવે છે. જે યાત્રિકોને મંત્રમુગ્ધ કરે છે અને આશરે ૩૬ કી.મી.નો પગપાળા રસ્તો કયારે પુર્ણ થઈ જાય છે અને થાક પણ કયાં ગાયબ થઈ જાય છે તે ખબર પડતી નથી.

યાત્રાનાં છેલ્લા દિવસે એટલેકે કારતક સુદ પૂનમે દેવ દિવાળીએ બધા યાત્રિકો ભવનાથ તરફ વળે છે. આમ આ યાત્રાનાં ઘણા યાત્રિકો ગિરનાર ચડે છે. અને ત્યાં બિરાજમાન બધા દેવસ્થાનોનાં દર્શન કરે છે. તે સિવાયનાં યાત્રિકો ભવનાથ મહાદેવનાં દર્શન કરીને ત્યાંથી દામોદર કુંડમાં સ્નાન કરીને આ યાત્રા પુર્ણ કરે છે.

આમ આ કારતક સુદ અગીયારસથી શરૂ થતી યાત્રા દેવ દિવાળીએ શારિરીક ક્ષમતાની કસોટીરૂપ પરિક્રમા પુરી થાય છે.

15મી સદીના કવિ નરસિંહ મહેતા દામોદર કુંડમાં સ્નાન કરતા હતા અને તેમના મોટા ભાગના પ્રભાતિયાં તેમણે અહીં રચ્યા હોવાનું મનાય છે. પાંચ શિખરો પર આવેલા મંદિરોને જોડતાં પથરીલા માર્ગ પર આગળ વધતાં હિન્દુ ધર્મના વિવિધ સંપ્રદાયના અસંખ્ય મંદિરો જોવા મળે છે.

તમામ ધર્મોના સ્થપત્યો અહીં જોવા મળે છે. મને તો ગિરનાર એટલે સર્વ ધર્મના મિલન ની જગ્યા જ લાગે.જીવનમાં એકવાર ગિરનારના દર્શન અવશ્ય કરજો.અને આવનારી પેઢીને આપણાં અતુલ્ય વારસા થી માહિતગાર કરજો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button