ગૌતમ સિંઘાનિયા જ નહીં આ સેલિબ્રિટી કપલના ડિવોર્સે પણ લોકોને ચોંકાવ્યા હતા
ભારતીય બિલિયોનેર અને રેમન્ડના માલિક ગૌતમ સિંઘાનિયાના છૂટાછેડાના સમાચારે લોકોને ચોંકાવી દીધા છે. એક સમય એવો હતો જ્યારે દરેક લગ્નમાં રેમન્ડ ખૂબ જ મહત્વની ભૂમિકા રહેતી. ભારતના અબજોપતિ ઉદ્યોગપતિ અને રેમન્ડના ટેક્સટાઈલના માલિક ગૌતમ સિંઘાનિયાએ હવે તેમની પત્ની નવાઝ મોદીથી અલગ થવાનો નિર્ણય લીધો છે. બંનેએ 32 વર્ષ બાદ અલગ થવાનો નિર્ણય લીધો છે, પરંતુ બિઝનેસ જગતમાં આ પહેલો કિસ્સો નથી. આ પહેલા પણ ઘણા બિઝનેસમેન પોતાના જીવનસાથીથી અલગ થવાની જાહેરાત કરીને ચોંકાવી ચૂક્યા છે.
જેફ બેઝોસ અને મેકેન્ઝી
એમેઝોનના માલિક જેફ બેઝોસે મેકેન્ઝીથી અલગ થવાની જાહેરાત કરી ત્યારે તેઓના લગ્નને 25 વર્ષ થઇ ગયા હતા. તેમના ડિવોર્સને વિશ્વના સૌથી મોંઘા બ્રેક-અપ તરીકે વર્ણવવામાં આવ્યા હતા. જ્યારે જેફ બેઝોસ અલગ થયા ત્યારે તેમણે મેકેન્ઝીને $38 બિલિયન (રૂ. 2.6 લાખ કરોડ) આપ્યા હતા.
હાર્વે વેઈનસ્ટીન અને જ્યોર્જિના
પ્રખ્યાત મૂવી મોગલ હાર્વે વેઈનસ્ટીનનો તેની પત્નીથી અલગ થવાના નિર્ણયે પણ સમાચારમાં જગ્યા બનાવી હતી. એક અભિનેત્રી અને મહિલા કલાકારે 2017માં તેમના પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો. આ પછી #MeToo આંદોલને મોટું સ્વરૂપ લીધું હતું. આનું પરિણામ એ આવ્યું કે તેમની ફેશન ડિઝાઈનર પત્ની જ્યોર્જિના ચેપમેને હાર્વે વેઈનસ્ટીનને છૂટાછેડા આપી દીધા. બંનેના છૂટાછેડાનું સેટલમેન્ટ પણ કરોડોમાં હતું.
દિલીપ કપૂર અને તેની જર્મન પત્ની જેક્લિન
દિલીપ કપૂર અને તેની જર્મન પત્ની જેક્લિન 27 વર્ષ સાથે રહ્યા બાદ છૂટા થયા હતા. તેમણે છૂટાછેડા લેવાનો નિર્ણય કર્યો હતો. આ અંગે જેક્લિને કહ્યું હતું કે તેમના અલગ થવાનું કારણ કપલ વચ્ચેનો અણબનાવ નહીં, પણ કોઈ ત્રીજો વ્યક્તિ હતો. જેક્લિને ખુલાસો કર્યો હતો કે જ્યારે તેને ખબર પડી કે તેનો પતિ 24 વર્ષના છોકરાને ડેટ કરી રહ્યો છે, ત્યારે તેણે દિલીપ કપૂરથી અલગ થવાનો નિર્ણય લીધો હતો.
વિક્રમ ચટવાલ અને પ્રિયા સચદેવ
હોટેલિયર વિક્રમ ચટવાલ અને પ્રિયા સચદેવના લગ્ન માત્ર 10 દિવસ જ ચાલ્યા હતા. બંનેએ ફેબ્રુઆરી 2006માં લગ્ન કર્યા હતા અને 2011માં તેઓ અલગ થઈ ગયા. ચટવાલને ન્યૂયોર્કનો પ્લેબોય કહેવામાં આવતો હતો. જ્યારે તેણે છૂટાછેડા લીધા, ત્યારે એવી અફવાઓ હતી કે તે લિન્ડસે લોહાનને ડેટ કરી રહ્યો હતો. ચટવાલ અને સચદેવને એક પુત્રી સફીરા છે અને તેઓ બંને સાથે સમય વિતાવે છે.
સંજય કપૂર અને કરિશ્મા કપૂર
ઑટો પાર્ટ્સ કંપની સોના ગ્રુપના ચેરમેન સંજય કપૂરે 2017માં પ્રિયા સચદેવ સાથે ત્રીજા લગ્ન કર્યા હતા. પ્રિયાના આ બીજા લગ્ન હતા. સંજયે પહેલા ફેશન ડિઝાઇનર નંદિતા મહતાની અને અભિનેત્રી કરિશ્મા કપૂર સાથે મેરેજ કર્યા હતા. મહતાની સાથએ ડિવોર્સ લીધાના 10 દિવસ બાદ સંજયે કરિશ્મા સાથે મેરેજ કર્યા હતા. 13 વર્ષના લગ્ન જીવન બાદ સંજય-કરિશ્મા અલગ થયા હતા.
એલન મસ્ક અને જસ્ટિન વિલ્સન
ટેસ્લાના માલિક એલન મસ્કની તેમની પહેલી પત્ની જસ્ટિન વિલ્સન સાથે ઓંટોરિયોની ક્વિન્સ યુનિવર્સિટીમાં મુલાકાત થઇ હતી. બંને 2000ની સાલમાં પરણ્યા અને 2008માં એકબીજાથી અલગ થવાનો નિર્ણય લીધો હતો. ત્યાર બાદ મસ્કે તલુલાહ રિલેને ડેટિંગ કરવાનું શરૂ કર્યું હતું અને 2010માં તેની સાથે મેરેજ કર્યા હતા. જોકે, 2013માં તેમણે જસ્ટિન વિલ્સન સાથએ ફરીથી મેરેજ કરી લીધા, જે માંડ એક વર્ષ ટક્યા અને 2014માં બંનેએ ફરીથી ડિવોર્સની અરજી કરી. મસ્કે ત્રણ વાર મેરેજ કર્યા છે અને ત્રણ વાર ડિવોર્સ લીધા છે.