સ્પેશિયલ ફિચર્સ

તુલસીના 4-5 પાન છે દવા કરતા વધુ અસરકારક

પથરીથી લઈને શરદી અને ઉધરસ સુધીની દરેક વસ્તુને મટાડે છે

ભારતના મોટાભાગના ઘરોમાં તમને તુલસીનો છોડ જોવા મળશે. કેટલીક જગ્યાએ તુલસીની પૂજા કરવામાં આવે છે તો કેટલીક જગ્યાએ તેના ઔષધીય ગુણોને કારણે તેને ઘરમાં લગાવવામાં આવે છે. આયુર્વેદમાં પણ તુલસીના ફાયદાનું વર્ણન કરવામાં આવ્યું છે. તુલસીમાં વિટામીન અને મિનરલ્સ ભરપૂર માત્રામાં જોવા મળે છે. તેના સેવનથી ઘણી બીમારીઓ દૂર થાય છે અને શારીરિક શક્તિ વધારવામાં મદદ મળે છે.

આયુર્વેદમાં તુલસીના પાનને સૌથી વધુ ફાયદાકારક માનવામાં આવે છે. તમે તુલસીના પાન તોડીને સીધા જ ખાઈ શકો છો. આ સિવાય તુલસીના બીજનો ઉપયોગ અનેક રોગોમાં પણ કરવામાં આવે છે. તુલસીનું સેવન કરવાથી કફ-વાત દોષને ઓછો કરી શકાય છે. આ સિવાય તુલસીનો ઉપયોગ પાચન શક્તિને મજબૂત કરવા, લોહીને શુદ્ધ કરવા અને શરદી-ખાંસી જેવા ચેપને દૂર કરવા માટે કરવામાં આવે છે. તુલસી ભૂખ વધારવામાં મદદ કરે છે અને હૃદયના રોગો, પેટનો દુખાવો, કાનનો દુખાવો, મેલેરિયા અને બેક્ટેરિયલ ચેપને મટાડે છે.


તુલસી ગળાની સમસ્યામાં રાહત આપે છે. તુલસી શરદી અને ઉધરસ, ગળામાં દુખાવો અને અન્ય સમસ્યાઓથી રાહત આપે છે. તુલસીના પાન ચાવીને ગરમ પાણી પીવાથી અથવા તુલસીના પાનનો રસ હૂંફાળા પાણીમાં મિક્સ કરીને ગાર્ગલ કરવાથી મોં, દાંત અને ગળાની સમસ્યા દૂર થાય છે.


અસ્થમાના દર્દીઓ માટે તુલસીના પાન ખૂબ જ ફાયદાકારક છે. સૂકી ઉધરસમાં પણ તુલસીના પાન ફાયદાકારક છે. તુલસીના પાનને કાંદાનો રસ અને સૂકું આદુ અને મધમાં મિક્સ કરીને ચાટવાથી સૂકી ઉધરસ અને અસ્થમામાં રાહત મળે છે. તુલસીના પાન દાંતના દુખાવા અને કાનના દુખાવામાં રાહત આપે છે. તમારા કાનમાં સોજો આવી ગયો હોય તો તુલસીના પાનનો લેપ લગાવવાથી આરામ મળશે. આ સિવાય તુલસી દાંતના દુખાવામાં પણ રાહત આપે છે.


તુલસીના પાન અને કાળા મરીને પીસીને નાની ગોળી બનાવીને દાંતની નીચે રાખો. તેનાથી દુખાવામાં રાહત મળશે.
તુલસીના પાન શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે. તેનાથી શરદી અને અન્ય ચેપી રોગો દૂર રહે છે. તુલસીના પાનને સૂકવીને તેનો પાવડર બનાવી લેવો અને તેમા થઓડી ખાંડ મિક્સ કરવી. શરદીમાં દરરોજ આમાંથી 1 ગ્રામ ખાઓ. આનાથી શરીરને શક્તિ મળશે અને તમારી રોગપ્રતિકારક શક્તિ પણ મજબૂત થશે.


તુલસીના પાનનું સેવન કરવાથી પથરીની સમસ્યામાં પણ ફાયદો થશે. તમારે 1-2 ગ્રામ તુલસીના પાનને પીસીને મધ સાથે સેવન કરવું પડશે. આમ કરવાથી નાની-નાની પથરી બહાર નીકળી જાય છએ. જોકે, પથરીની સાઇઝ મોટી હોય તો ડૉક્ટરની સલાહ લેવી આવશ્યક છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
18 ઓગસ્ટ શનિ બદલશે ચાલ અને 47 દિવસ સુધી આ રાશિના લોકોના કરશે પૈસાથી માલામાલ સોનાક્ષી સિન્હા અને લવ સિન્હાની જેમ બોલીવુડના આ ભાઈ બહેન વચ્ચે પણ છે દરાર… તમારા ફોનમાં પણ દેખાય છે આ ખાસ સાઈન? કોઈ કરી રહ્યું છે તમારા ફોનની જાસૂસી… આ ફિલ્મોએ સેલિબ્રેટ કર્યા છે ઑલિમ્પિક વિનર્સને