ST સ્ટેશન પર આપલા દવાખાના, મહિલા અને દિવ્યાંગો માટે સ્ટોલ: મુખ્ય પ્રધાન એકનાથ શિંદેનો નિર્ણય

મુંબઇ: રાજ્યના જિલ્લા એસટી સ્ટેશન પર આપલા દવાખાના અને દરેક સ્ટેશન પર મહિલા બચતગટ માટે એક સ્ટોલ શરુ કરવાનો નિર્ણય મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ લીધો છે. મુસાફરોની મુસાફરી આરામદાયક કરવા માટે આવતા એક વર્ષમાં મહામંડળના કાફલામાં 3,415 બસ દાખલ કરવા પર પણ તેમણે મંજૂરી આપી છે.
બુધવારે એસટી મહામંડળના સંચાલક મંડળની બેઠક સહ્યાદ્રી અતિથીગૃહમાં યોજાઇ હતી. એસટી મહામંડળની પ્રવર્તમાન પરિસ્થીતીની જાણકારી મેળવી મુસાફરો માટે સુવિધા વધારવા સહિત બસ સ્ટેશન પર સ્વચ્છતા પર ભાર આપનારી સૂચનાઓ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ મહામંડળને આપી હતી. એસટીના કાફલામાં 2,200 નવી બસ લેવા માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જાન્યુઆરી 2024માં આ બસ કાફલામાં જોડાશે. 1,295 સાદી બસ ભાડે લેવાની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી છે. એમ એક સિનિયર અધિકારીએ જણાવ્યું હતું.
જિલ્લાના બસ સ્ટેશન પર હિન્દુ હૃદયસમ્રાટ બાળાસાહેબ ઠાકરે આપલા દવાખાના પણ શરુ કરવામાં આવશે. કુલ એસટી સ્ટેશનના 10 ટકા સ્થળોએ મૃત્યુ પામેલા પૂર્વ સૈનિકોની પત્નીને દૂધ, દુધના પદાર્થો વેચવા માટે સ્ટોલ આપવાના નિર્ણયને તરત મંજૂરી આપવી અને મહિલા બચત ગટના સક્ષમીકરણ માટે દરેક બસ સ્ટેશન પર એક સ્ટોલ આપવા માટે યોજનાબદ્ધ અમલ કરવો એવી સૂચના મુખ્ય પ્રધાને આપી હતી.
20મી નવેમ્બરના રોજ મહામંડળને થયેલ 36.73 કરોડ રુપિયાની આવક માટે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ બધાનું અભિનંદન કર્યું હતું. એસટી મહામંડળમાં આવનારા બે વર્ષમાં 5,150 ઇ-બસ પ્રવેશ કરશે. આ બસ જિલ્લા અને તાલુકાસ્તરે દોડશે. ત્યારે ટિકીટ દર સામાન્ય લોકોને પોસાય તેવા રાખવાની સૂચના એકનાથ શઇંદેએ આપી હતી.