ટોપ ન્યૂઝશેર બજાર

શેરબજાર સાંકડી રેન્જમાં અથડાયું: રોકાણકારો માટે કઈ સ્ટ્રેટેજી સારી?


નિલેશ વાઘેલા
મુંબઈ: ખુલતા સત્રથી શેરબજાર અત્યંત સાંકડી રેન્જમાં અથડાઈ રહ્યુ છે. દેશની ઇકોનોમી મજબૂત હોવા સાથે વૈસવિક સ્તરે પણ સારી સ્થિતિ રહી હોવા છતાં બંને બેન્ચ માર્ક અત્યંત સાંકડી રેન્જમાં અથડાઈ રહ્યા છે.


બજારના પીઢ અનુભવી જણાવે છે કે, બજારમાં નજીકના સમયગાળાનું વલણ એ બજારની સાંકડી શ્રેણીની વધઘટ જ છે. બજાર આ સાંકડી શ્રેણીની હિલચાલની અંદર મક્કમતાનું પ્રદર્શન કરી રહ્યું છે જોકે ખૂબ ઝડપથી પ્લસ માઇનસમાં અથડાઈ રહ્યું છે.


માર્કેટ એનલિસ્ટ અનુસાર આ રેન્જમાં બાય ઓન ડીપ્સ વ્યૂહરચના કામ કરી રહી છે. બજાર બ્રેકઆઉટ માટે ટ્રિગર્સની રાહ જોઈ રહ્યું છે, જે રાજ્યની ચૂંટણીના પરિણામો સાથે આવી શકે છે.


જો રાજ્યના ચૂંટણી પરિણામો 2024 માં સામાન્ય ચૂંટણીઓ પછી રાજકીય સ્થિરતાની પુષ્ટિ કરે છે, તો ચૂંટણી પૂર્વેની રેલી શરૂ થવાની સંભાવના છે. 10-વર્ષની યુએસ બોન્ડ યીલ્ડ 4.40 ટકા આસપાસ રહેવા સાથે વિદેશી ફંડોનું વેચાણનું ઘટતું વોલ્યુમ બજાર માટે સારી નિશાની છે.

અગ્રણી બેન્કિંગ શેરોમાં સતત વેચવાલી અને RBIની તાજેતરની કાર્યવાહી અંતર્ગત અસુરક્ષિત લોનના રિસ્ક વેઇટેજમાં કરવામાં આવેલો વધારો લોંગ ટર્મના રોકાણકારો માટે સારી ખરીદી સાબિત થઈ શકે છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સાચી રીતે નહાવાની રીત જાણો છો? એક કિડની પર કેટલા સમય જીવી શકાય? જાણો Experts શું કહે છે… Waterproof મેકઅપ આ રીતે કરો આજે દેવસુતી એકાદશી પર કરો આ ઉપાય અને મેળવો મા લક્ષ્મીની કૃપા…