ડૉલર સામે રૂપિયો ચાર પૈસા નરમ
મુંબઈ: આજે વિશ્ર્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડ તેલના વાયદામાં ઘટાડો તેમ જ સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સુધારાતરફી વલણ રહ્યું હોવા છતાં વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં ઘટ્યા મથાળેથી સુધારાતરફી વલણ રહ્યું હોવાથી સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો સાંકડી વધઘટે અથડાઈને અંતે ગઈકાલના બંધ સામે ચાર પૈસાના ઘટાડા સાથે ૮૩.૩૨ના મથાળે બંધ રહ્યો હતો. આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના ૮૩.૨૮ના બંધ સામે સાધારણે નરમાઈના અન્ડરટોને ૮૩.૩૧ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૮૩.૩૪ અને ઉપરમાં ૮૩.૨૬ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના બંધ સામે ચાર પૈસાના ઘટાડા સાથે ૮૩.૩૨ની સપાટીએ બંધ રહ્યો હતો. દરમિયાન ડૉલર સામે રૂપિયામાં સુધારાતરફી વલણ જોવા મળે તેવી શક્યતા વિશ્ર્લેષકો વ્યક્ત કરી રહ્યા છે. દરમિયાન આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધ સામે ૦.૧૮ ટકા વધીને ૧૦૩.૭૫ આસપાસ કવૉટ થઈ રહ્યો હતો. તેમ જ ગઈકાલે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની રૂ. ૪૫૫.૫૯ કરોડની ચોખ્ખી વેચવાલી રહી હોવાથી રૂપિયો દબાણ હેઠળ રહ્યો હતો. જોકે, આજે ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે ૯૨.૪૭ પૉઈન્ટનો અને ૨૮.૪૫ પૉઈન્ટનો સુધારો અને વિશ્ર્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડતેલના ભાવ ગઈકાલના બંધ સામે ૦.૭૯ ટકા ઘટીને બેરલદીઠ ૮૧.૮૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હોવાથી રૂપિયામાં ઘટાડો મર્યાદિત રહ્યો હોવાનું બજારનાં સાધનોએ જણાવ્યું હતું. ઉ