ભોજપુરી અભિનેત્રીએ પિંક સ્લિવલેસ ડ્રેસમાં લગાવી આગ

મુંબઈઃ પિંક સ્લિવલેસ ડ્રેસ પહેરીને મોનાલિસાએ તેની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને લોકોનું દિલ જીતી લીધું હતું, જ્યારે આ તસવીરો ઈન્ટરનેટ પર પણ જોરદાર વાઈરલ થઈ રહી છે.
વાઈરલ થયેલી તસવીરમાં મોનાલિસાએ મસ્ત કેપ્શન લખ્યું છે ડિફરન્ટ મૂડ્સ…ડિફરન્ટ એક્સપ્રેશન્સ. કલાકો પહેલા પોસ્ટ કરેલી તસવીરોમાં લાખો લોકોને મોનાલિસાનો બોલ્ડ અંદાજ પસંદ પડ્યો છે. લાખો લાઈક સાથે હજારો લોકોએ કમેન્ટ કરીને તેની પ્રશંસા કરી છે.
ભોજપુરી ફિલ્મોની બોલ્ડ મોડલના બોલ્ડ અંદાજે આગ લગાવી છે, જેમાં વાળને પણ હેર ક્લિપથી પિન કર્યાં હતા. વાઈરલ થયેલી તસવીરમાં તમને મોનાલિસાએ મિનિમમ મેકઅપ કર્યો છે એ જોવા મળી રહ્યું છે. ભોજપુરી ફિલ્મોમાં પોતાના અભિનય અને બોલ્ડ અંદાજને લઈને પણ જાણીતી બની છે. ફિલ્મો સિવાય ટીવી શોઝમાં પણ જોવા મળી છે. એના સિવાય મોનાલિસા સલમાન ખાનના રિયાલિટી શોમાં બિગ બોસમાં પણ જોવા મળી હતી.
આ શોને કારણે હિંદી ઓડિયસન્માં જાણીતી બની હતી. આ શોમાં લોકપ્રિય બનવા સાથે લગ્ન પણ થયા હતા. મોનાલિસાએ લોંગટાઈમ બોયફ્રેન્ડ વિક્રાંત સિંહ રાજપૂત સાથે લગ્ન કર્યા હતા. મોનાલિસાના ચાહકો ફરી એક વખત ભોજપુરી ફિલ્મોમાં ધમાલ મચાવે તેના માટે આતુર છે.
ફિલ્મો સિવાય સોશિયલ મીડિયા પર પણ મોનાલિસા તેની પોસ્ટને લઈ છવાયેલી રહે છે. પોતાની ફિલ્મોની સાથે સ્ટાઈલિશ આઉટફીટને લઈ ચર્ચામાં રહે છે. ઈન્સ્ટાગ્રામ પર પણ તેની મોટી સંખ્યામાં ફેન એન્ડ ફોલોઈંગ સંખ્યા છે. સાડા પાંચ મિલિયનથી વધુ તેના ફોલોઅર્સ છે, જ્યારે 3,400થી વધુ પોસ્ટ કરી છે.