ભારતના ઘરઆંગણે રમાયેલા આઈસીસી વન-ડે વર્લ્ડ કપ (2023)માં ઓસ્ટ્રેલિયા વિજેતા બનીને છઠ્ઠી વખત ચેમ્પિયન બન્યું છે. ભારતની સામે ઓસ્ટ્રેલિયા વિજેતા બન્યા પછી નંબર વન ટીમ ઓસ્ટ્રેલિયા રહી હતી, જ્યારે વર્લ્ડ ઈલેવન ટીમમાં ભારતીય ટીમના છ ક્રિકેટરનો સમાવેશ કર્યો હતો, પરંતુ તાજેતરમાં ફ્લોપ ટીમના અગિયાર ક્રિકેટરના નામ વાઈરલ થઈ રહ્યા છે.
આ ફ્લોપ ઈલેવનમાં ઇંગ્લેન્ડના ચાર ક્રિકેટરનો સમાવેશ છે. આ ફ્લોપ ઈલેવનની ટીમનો કેપ્ટન જોસ બટલર છે, જ્યારે વાઈસ કેપ્ટન ટેમ્બા બાવુમા (દક્ષિણ આફ્રિકાનો સુકાની) છે. બીજી બાજુ ફ્લોપ ટીમના ખેલાડીઓમાં ઓપનર્સ તરીકે ટેમ્બા બાવુમા (145 રન) છે, જ્યારે જોની બેરસ્ટો (215 રન કર્યા)ના નામનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આઠ મેચમાં ટેમ્બાએ 145 રન બનાવ્યા હતા, જેમાં એક જ ઈનિંગમાં સૌથી વધુ રન 35 બનાવ્યા હતા. મિડલ ઓર્ડરના બેટરમાં બાબર આજમ, શાકિબ અલ હસન, સ્ટીવ સ્મિથ (302 રન), જોસ બટલર (કેપ્ટન, વિકેટકિપર-138 રન), ટોમ લાથમ (155 રન)ની પણ ગણતરી કરવામાં આવી હતી.
ઓલરાઉન્ડર તરીકે ધનંજય ડીસિલ્વા (140 રન, ઝીરો વિકેટ), લિયામ લિવિંગસ્ટોન (60, ત્રણ વિકેટ), શાદાબ ખાન (121 રન, 2 વિકેટ) મહોમ્મદ નવાજ (81 રન, બે વિકેટ), જ્યારે બોલર તરીકે હારિસ રઉફ (16 વિકેટ લઈને 533 રન આપ્યા હતા, જે વર્લ્ડ કપમાં સૌથી વધુ રન આપનાર બોલર રહ્યો હતો.), માર્ક વુડ (છ વિકેટ), ટ્રેન્ટ બોલ્ટ (14 વિકેટ)નું નામ લેવામાં આવે છે, જ્યારે બારમા ખેલાડી તરીકે મુસ્તફિજુર રહમાનનો સમાવેશ થાય છે.
Taboola Feed