આમચી મુંબઈમહારાષ્ટ્ર

મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર આવતીકાલે બે કલાકનો બ્લોક, જાણો વિગતો

મુંબઈ: યશવંતરાવ ચવ્હાણ એક્સપ્રેસ હાઈવેના પુણે વાહિની પર ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ અંતર્ગત ગેન્ટ્રી ઊભો કરવાનું કામ મહારાષ્ટ્ર રાજ્ય માર્ગ વિકાસ મહામંડળ દ્વારા 23 નવેમ્બર, 2023ના દિવસે હાથ ધરવામાં આવશે.

પરિણામે મુંબઈથી પુણેની દિશામાં જનારા સર્વ પ્રકારના વાહનોની અવરજવર બપોરે બાર વાગ્યાથી બપોરે બે વાગ્યા દરમિયાન પૂર્ણપણે બંધ રહેશે. આ સમય દરમિયાન એક્સપ્રેસ હાઈવેના વાહનોએ પર્યાયી માર્ગનો ઉપયોગ કરવાની રજૂઆત કરવામાં આવી છે.

આ બ્લોક અંગે મહારાષ્ટ્ર સ્ટેટ ડેવલપમેન્ટ કોર્પોરેશન (એમએસઆરડીસી)એ વધુમાં જણાવ્યું હતું કે પુણેથી મુંબઈ જતા હળવા વાહનોને મેજિક પોઈન્ટ કિમી નં 42/100થી ડાયવર્ટ કરવામાં આવશે અને સ્ટેટ હાઈ-વે નંબર 48 ઓલ્ડ મુંબઈ પુણે હાઈ-વેથી ખપોલી શહેરના શેડુંગ ટોલ ગેટ તરફ અથવા ઈન્દિરા ચોક ડાઈવર્ટ કરવામાં આવશે.

આ ઉપરાંત, પુણેથી મુંબઈ જતી હળવા વાહનો અને બસોને ખોપોલી એક્ઝિટ કિમી નં 39/800થી ડાયવર્ટ કરવામાં આવશે અને રાજ્ય ધોરીમાર્ગ નંબર 48 જૂના મુંબઈ પુણે હાઈવેથી ખોપોલી શહેરથી શેડુંગ ટોલ ગેટ સુધી અથવા ખપોલી શહેરના ઈન્દિરા ચોકથી એક્સપ્રેસ વે પર મુંબઈ ચેનલ દ્વારા ડાઈવર્ટ કરવામાં આવશે. ગેન્ટ્રી બેસાડવામાં આવ્યા પછી આવતીકાલે બપોરના બે વાગ્યા પછી વાહનવ્યવહાર રાબેતા મુજબ ચાલુ રહેશે, એમ એમએસઆરડીસીએ જણાવ્યું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button