દેવદત્ત રાજસ્થાન રોયલ્સમાં, લખનઉ સુપર જાયન્ટ્સ તરફથી રમશે આવેશ ખાન
નવી દિલ્હી: ભારતીય ઝડપી બોલર આવેશ ખાન આવતા વર્ષે આઇપીએલમાં રાજસ્થાન રોયલ્સ તરફથી રમશે જ્યારે તેની ભૂતપૂર્વ ટીમ લખનઉ સુપર જાયન્ટ્સે તેના સ્થાને રાજસ્થાન રોયલ્સના દેવદત્ત પડ્ડિકલને ખરીદ્યો છે.
આવેશ ઓસ્ટ્રેલિયા સામે ગુરુવારથી વિશાખાપટ્ટનમમાં શરૂ થઈ રહેલી ટી20 શ્રેણીમાં ભારતીય ટીમનો ભાગ છે. તેણે આઈપીએલમાં અત્યાર સુધી 47 મેચમાં 55 વિકેટ લીધી છે.
આવેશને 2022ની મેગા ઓક્શનમાં લખનઉની ટીમે 10 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. લખનઉ માટે 22 મેચમાં 26 વિકેટ લેનાર આવેશને રોયલ્સે આ કિંમતે ખરીદ્યો હતો. જ્યારે પડ્ડિકલને 7 કરોડ 75 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો અને આ કિંમતે તે લખનઉની ટીમ પાસે ગયો હતો. બંને ખેલાડીઓને આ વર્ષે તેમની ટીમોએ રિટેન કર્યા હતા. પડ્ડિકલે 57 આઇપીએલ મેચોમાં 1521 રન કર્યા છે જેમાં એક સદી અને નવ અડધી સદીનો સમાવેશ થાય છે.
મિડલ ઓર્ડર બેટ્સમેન સરફરાઝ ખાન અને મનીષ પાંડેને દિલ્હી કેપિટલ્સે રીલિઝ કરી દીધા છે. સરફરાઝને 20 લાખ રૂપિયામાં અને પાંડેને 2 કરોડ 40 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો.