આમચી મુંબઈમહારાષ્ટ્ર

મહારાષ્ટ્રમાં બાળસુધારગૃહ બંધ થવા જોઈએ: વડેટ્ટીવાર

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્ર રાજ્ય ફૂલે, શાહુ, આંબેડકરના પૂરોગામી વિચારો પર ચાલનારું રાજ્ય છે. આવું હોવા છતાં રાજ્યના બાળકો વ્યસનાધીન થઈને ગુનેગારી પ્રવૃત્તિ તરફ વળી રહ્યા હોવાનું જોવા મળી રહ્યું છે. રાજ્યની નવી પેઢી દેશનું ઉજ્જવળ ભવિષ્ય છે. તેમના સર્વાંગી વિકાસ માટે વિવિધ યોજના અમલમાં મૂકવાની જવાબદારી સરકારની છે. આગામી દિવસોમાં રાજ્યમાં બાળસુધારગૃહો બંધ થઈ જાય એવા પ્રકારનું કામ રાજ્યના બાળ વિકાસ ખાતા દ્વારા થવું જોઈએ એવી અપેક્ષા વિધાનસભામાં વિપક્ષી નેતા વિજય વડેટ્ટીવારે બુધવારે વ્યક્ત કરી હતી.

મહારાષ્ટ્ર રાજ્ય બાળ હક્ક સંરક્ષણ પંચ, મહિલા અને બાળ વિકાસ વિભાગ, યુનિસેફ, મ્પ્યુટેડ કમ્યુનીટીઝ ડેવલપમેન્ટ ટ્રસ્ટ, હોપ ફોર ચિલ્ડ્રન ઈન્ડિયા, પુણે દ્વારા ‘બાલ સ્નેહી પુરસ્કાર 2023’ આયોજિત કરવામાં આવ્યા ત્યારે તેઓ બોલી રહ્યા હતા. વડેટ્ટીવારે કહ્યું હતું કે જે દેશના બાળકો સુદૃઢ હોય તે દેશ કાયમ સમૃદ્ધ રહ્યો છે. આથી બાળકોના સર્વાંગી વિકાસને પ્રાધાન્ય આપવું આવશ્યક છે. જે દિવસે રાજ્યના રસ્તા પર એકેય બાળક ભીખ માગતો દેખાશે નહીં તે દિવસે રાજ્યના બાળવિકાસ ખાતાનું કામ સફળ થયું હોવાનું કહી શકાશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button