નેશનલ

’36 કલાકમાં ડિપફેક વિડીયો હટાવો, નહી તો…’ વિડીયો અપલોડ કરનારાઓને કેન્દ્ર સરકારનું અલ્ટિમેટમ

નવી દિલ્હી: થોડા દિવસો પહેલાં અભિનેત્રી રશ્મિકા મંધાનાનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. ત્યારથી જ સોશિયલ મીડિયા પર ડિપફેક વિડીયોનો પ્રશ્ન ચર્ચામાં છે. ત્યારે હવે આ ડિપફેક વિડીયો મુદ્દે કેન્દ્ર સરકાર દ્વારા કડક પગલાં ભરવામાં આવ્યા છે. સોશિયલ મીડિયા પર ડિપફેક વિડીયો અપલોડ કરનારાઓને કેન્દ્ર સરકારે અલ્ટિમેટમ આપ્યું છે. આવનારા 36 કલાકમાં ફેસબૂક, ગુગલ અને યુટ્યૂબ પરથી ડિપફેક વિડીયો હટાવો નહીં તો કાર્યવાહી કરવામાં આવશે એવા સંકેત કેન્દ્ર સરકારે ડિપફેક વિડીયો અપલોડ કરનારાઓને આપ્યા છે.

ડિપફેક વિડીયો બાબતે વાત કરતાં કેન્દ્રીય રાજ્ય પ્રધાન રાજીવ ચંદ્રશેખરે કહ્યું કે, ફેસબૂક, ગૂગલ અને યુટ્યૂબ તેમના પ્લેટફોર્મ પરથી ડિપફેક વિડીયો હટાવશે નહીં તો કાર્યવાહીમાં જરાય પીછે હઠ નહીં થાય. ડિપફેકની ગંભીરતાને ધ્યાનમાં લઇને કેન્દ્ર સરકારે 24મી નવેમ્બરે તમામ ઓનલાઇન પ્લેટફોર્મના પ્રતિનિધીઓની બેઠક બોલાવી છે. આ બેઠકમાં ડિપફેક વિડીયો પર ત્વરીત કાર્યાવાહીનો આદેશ આપવામાં આવશે. ઉપરાંત આગળ આવા બનાવો ટાળવા માટે ઉપાયોની પણ ચર્ચા કરવામાં આવશે.


કેન્દ્રીય રાજ્ય પ્રધાન રાજીવ ચંદ્રશેખરે પ્રસાર માધ્યમો સાથે વાત કરતાં કહ્યું કે, આ વાત ખૂબ જ ગંભીર છે. આને કારણે ભારતના લોકોનો વિશ્વાસ તૂટી શકે છે. દેશના કરોડો ઇન્ટરનેટ યુઝર્સ માટે આ એક ગંભીર જોખમ છે. તેથી કેન્દ્ર સરકાર આ વાતને ગંભીરતાથી લઇ રહી છે. આ અંગે વધુ વાત કરતાં રાજીવ ચંદ્રશેખરે કહ્યું કે, ઓનલાઇન પ્લેટફોર્મ યુઝર્સને સુરક્ષાનું ધ્યાન આપવા અંગેની ચેતવણી આપવામાં આવી છે. જો ઓનલાઇન પ્લેટફોર્મ તે કરવામાં સક્ષમ નહીં હોય તો તેમના પર કાર્યવાહી થશે. ભારતના કાયદામાં એ સ્પષ્ટ છે કે, તેમના યુઝર્સના કન્ટેન્ટ પર આપવામાં આવેલ છૂટ રદ કરવામાં આવશે.


કોઇ પણ ઓનલાઇન પ્લેટફોર્મ પર ડિપફેક વિડીયો અપલોડ થયાના 36 કલાકમાં તેને ડીલીટ કરવાની જવાબદારી ઓનલાઇન પ્લેટફોર્મની રહેશે એમ કહેતા રાજીવ ચંદ્રશેખરે જણાવ્યું કે, જો ડિપફેક વિડીયો 36 કલાકમાં ઓનલાઇન પ્લેટફોર્મ પરથી હટાવવામાં નહી આવે તો આવી વ્યક્તીને કોર્ટના ચક્કર લગાવવા પડશે. તેમની સામે ફોજદારી કાર્યવાહી પણ થઇ શકશે. 36 કલાકમાં જો વિડીયો ડિલીટ નહીં થાય તો ઓનલાઇન પ્લેટફોર્મ પર પણ કાર્યવાહી થઇ શકે છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સામાન્ય દેખાતા આ પાન છે ઔષધીય ગુણોથી ભરપૂર, એક વખત ખાવાના ફાયદા સાંભળશો તો… એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ… આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ