મરણ નોંધ

હિન્દુ મરણ

રાજેન્દ્ર કચરદાસજી નહાર (ઉં. વ. ૬૪) દહાણુ હાલ મુંબઇ સ્વર્ગવાસ તા. ૧૯-૧૧-૨૩ના રોજ થયેલ છે. પ્રાર્થનાસભા તા. ૨૨-૧૧-૨૩ના બુધવારે રાખેલ છે, ૧૧થી ૧. ઠે. કચ્છી વીશા ઓશવાલ, સ્થાનકવાસી જૈન મહાજન, ૭૦-૮૦, આંબેડકર રોડ, વોલ્ટાસની સામે, ચીંચપોકલી, (ઇસ્ટ).
ઘોઘારી દશા શ્રીમાળી વૈષ્ણવ વણિક
ભાવનગર નિવાસી સ્વ. નંદલાલ કેશવજી મોદીની સુપુત્રી હાલ અમદાવાદ ગં.સ્વ. રમાબેન. તેઓ સ્વ. વસંતરાય વેણીલાલ મહેતાના ધર્મપત્ની (ઉં.વ. ૧૦૧) તેઓ પ્રદીપભાઈ, ડો. જયશ્રીબેન, દક્ષાબેન, દર્શનાબેનના માતુશ્રી. ડો. ભરતભાઈ મહેતા, જયશ્રીબેન પ્રદીપભાઈ મહેતા, રાજેશભાઈ પારેખ, હરીશભાઈ શાહના સાસુ. મહેન્દ્રભાઈ – સ્વ. ભદ્રાબેન, સ્વ. વિરેન્દ્રભાઈ – ગં.સ્વ. માલતીબેનના મોટાબેન, તેઓ તા. ૧૮/૧૧/૨૩ના અમદાવાદ મુકામે શ્રીજીચરણ પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કચ્છી લોહાણા
સ્વ. ભચીબાઈ તથા સ્વ. ટોકરશી ત્રિકમદાસ ગણાત્રા કચ્છ ગામ જખૌ હાલે મુંબઈ વર્સોવાવાળાના પુત્ર રમણલાલ (ઉં.વ. ૮૯) તે સ્વ. પ્રભાબેન તથા સ્વ. સવિતાબેનના પતિ. સૌ. સંગીતાબેન પ્રતાપકુમાર દૈયા, મહેશભાઈ, શ્યામભાઈના પિતાશ્રી. જયશ્રીબેન, મેઘનાબેનના સસરાજી. સ્વ. અમૃતલાલ (શંકરલાલ), સ્વ. મનહરલાલ, સ્વ. શિરીષભાઈ, ભગવાનદાસ, સ્વ. રૂખમણીબેન, સ્વ. ચંદ્રબાળાબેન, સ્વ. હીરાબેન (પ્રભાબેન), ગં. સ્વ. દેવબાળાબેન, ગં. સ્વ. વિનોદીબેન, સ્વ. શાંતાબેનના ભાઈ. સ્વ. શાંતાબેન ખીમજીભાઈ કક્કડ કચ્છ ગામ મોટીબેરવાળા હાલે વાશી (નવી મુંબઈ)ના જમાઈ તા. ૧૯-૧૧-૨૩, રવિવારના શ્રીરામ શરણ પામેલ છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. ૨૨-૧૧-૨૩, બુધવારના કચ્છી લોહાણા સેવા મંડળ, રામબાગ, લક્ષ્મીનારાયણ લેન, માટુંગા (સેન્ટ્રલ રેલવે). સમય સાંજે ૫ થી ૭. લૌકિક વ્યવહાર બંધ છે. બૈરાઓએ તેજ દિવસે આવી જવું.
દશા શ્રીમાળી
વાંદરા મૂળ સુરતના શરદ વિનેન્દ્ર કાગળવાળા (ઉં.વ. ૭૪) તે લીનાના પતિ. સ્વ. રમેશ કાગળવાળા, પૂર્ણિમા ઝવેરીના ભાઈ. રૂપાલી, ગૌતમના પિતા. નિશીથ શાહ, લીનના સસરા. આર્ય, એરમના દાદા તા. ૨૧-૧૧-૨૩ના શ્રીજીચરણ પામ્યા છે.
કચ્છી મચ્છુ કડીયા સઈ સુતાર જ્ઞાતિ
ગામ ભુજપુર (કચ્છ)ના દરજી સ્વ. દીવાળીબાઈ ભાણજી મોરારજી સોલંકીના પુત્ર કેશવલાલ (બાબુ)ના ધર્મપત્ની કલાબેન (લક્ષ્મી) (ઉં.વ. ૭૩) તા. ૨૦-૧૧-૨૩ના અંધેરી મધ્યે અવસાન પામ્યા છે. તે આનંદ, શોભના, વીણા, છાયાના માતુશ્રી. પ્રાણલાલ, સ્વ. શાંતિલાલ, સ્વ. કુશોરકુમાર, સ્વ. મધુસૂદન, ગં. સ્વ. લીલાવંતી, સ્વ. જયાબેન, અનસુયા, નીરૂબેનના ભાઈના પત્ની. માંડવી ચત્રભુજ જેરામ ચાવડાની પુત્રી. સ્વ. નાનજી મોરારજી સોલંકીના ભત્રીજાની પત્ની. પ્રાર્થનાસભા તા. ૨૨-૧૧-૨૩ના ૪ થી ૫. ઠે. મુક્તિધામ હોલ (જહાંગીર હોલ), પારસી વાડા, સહારા રોડ, અંધેરી ઈસ્ટ.
નવગામ વિશા દિશાવાળ વણિક
કલોલ (ટીંટોડા), હાલ કાંદિવલી ઈસ્ટ ભૂપેન્દ્રભાઈ મનુભાઈ ગાંધી (ઉં.વ. ૭૦) તે નયનાબેનના પતિ. નિમિષ અને વિરલના પિતાશ્રી. બિજલ અને પૂજાના સસરા. જીત અને તનિષ્કાના દાદા. નિખીલભાઈ, દિપીકાબેનના મોટાભાઈ તા. ૨૦-૧૧-૨૩, સોમવારના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૨૨-૧૧-૨૩ના બુધવારના ૫ થી ૭. હાલાઈ લોહાણા મહાજન વાડી, બીજે માળે, શંકરના મંદિરની બાજુમાં, એસ.વી. રોડ, કાંદિવલી (વેસ્ટ). શ્ર્વસુરપક્ષ: નીલેશભાઈ નવીનચંદ્ર શાહ અને જયેશભાઈ શાહ (કલોલ) તરફથી તે જ સ્થળે અને તે જ સમયે રાખવામાં આવેલ છે.
અનાવીલ બ્રાહ્મણ
સ્વ. કાંતાબેન દેસાઈ ગામ પરીયા હાલ મુંબઈ તા. ૧-૧૧-૨૩ બુધવારના શ્રીજીચરણ પામેલ છે. તે શ્રી. ઠાકોરભાઈ મોહનભાઇ દેસાઈના પત્ની. ગીરેન અને શીતલના માતા.
નવાગામ ભાટિયા
બહાદુર ગાંધી (ઉં.વ. ૭૫), તે સ્વ. પ્રભાબેન વ્રજલાલ ગાંધીના સુપુત્ર. તે અંજનાના પતિ. અવનીશના પિતા. ફોરમના સસરા. સ્વ. નારણદાસ વી સંપતના જમાઈ. સ્વ. અશ્ર્વિનભાઈ, પ્રદીપભાઈ, કિરીટભાઈ, મીનાબેન તથા કિશોરભાઈના ભાઈ, તા. ૨૦-૧૧-૨૩ના શ્રીજીના ચરણ પામ્યા છે. પ્રાર્થના સભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઈડર પીંપાવંશી દરજી સમાજ
ગામ સાબલવાડ, હાલ કાંદિવલી ચંદ્રકાન્ત પુરુષોત્તમ ચૌહાણ (ઉં.વ. ૬૮) તે નયનાબેનના પતિ. પરેશ, આકાશ, સ્નેહલના પિતા. સારિકા, મેઘના, પ્રશાંતભાઈના સસરા. અસ્મિ, વ્રિષ્ટીના દાદા. સ્વ. હરજીવનદાસ, સ્વ. શાંતાબેન રાઠોડના જમાઈ. તા. ૧૩/૧૧/૨૩ના શ્રીજીશરણ પામેલ છે. પ્રાર્થનાસભા ૨૨/૧૧/૨૩ના ૪ થી ૫, ઠઠાઈ ભાટિયા વાડી, હોલ નં. ૪, બીજા માળે, શંકર ગલ્લી કોર્નર, કાંદિવલી વેસ્ટ.
શ્રીમાળી સોની
મૂળ જેતપુર, હાલ બરોડા ગં. સ્વ. ઉષાબેન ગેરીયા (ઉં.વ. ૭૦) તે સ્વ. રમેશભાઈ કિશનલાલ ગેરીયાના ધર્મપત્ની. દીપ્તિ નિલેશ મહેતા, મેઘના મિલન ઝવેરી, પ્રણવના માતુશ્રી. પ્રિયંકાના સાસુ. પૂરવ, હાસ્ય, દુર્વાના નાની. સ્વ. હીરાબેન હરકિશનલાલજી ઝીંઝુવાડિયાના દીકરી, ૧૯/૧૧/૨૩ના શ્રીજીશરણ પામેલ છે. પ્રાર્થનાસભા ૨૩/૧૧/૨૩ના ૪ થી ૬. ૪૦૧, રાધેશ્યામ, ૧૪/૧૫ ગુલમોહર પાર્ક સોસાયટી, આકોટા ગાર્ડન સામે, આકોટા વડોદરા રાખેલ છે.
નાથળિયા ઉનેવાળ બ્રાહ્મણ
ગં.સ્વ. જસુબેન ઉપાધ્યાય (ઉં.વ. ૮૦) તે સ્વ. ગોદાવરીબેન લાભશંકર જોશીના પુત્રવધૂ. સ્વ. ચંદ્રકાન્ત રેવાશંકર ઉપાધ્યાયના પત્ની. કેતન, મયુર, સમીર તથા ભાવના કમલેશ દવેના માતુશ્રી. ચારુ, નીતા, સંગીતાના સાસુ, ૨૦/૧૧/૨૩ના શ્રીજીશરણ પામેલ છે. તેમની સાદડી ૨૩/૧૧/૨૩ના ૪ થી ૬. મઢુલી બાપા સીતારામનું મંદિર, ઐયપ્પા મંદિર પાછળ, મીરા રોડ ઈસ્ટ. લૌકિક વ્યવહાર બંધ છે.
કપોળ
વડિયાવાળા હાલ ગામદેવી સ્વ. લીલાવંતી પરમાણંદદાસ મોદીના પુત્ર અશોકભાઇ (ઉં. વ. ૬૯) તા. ૨૦-૧૧-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. તે કોકીલાબેનના પતિ. મૌલિક, દિપાલી, દુજાના પિતા. ડો. દિપ્તી, નિમેષ, મિતેનના સસરા. તે સ્વ. જીતેનભાઇ, સ્વ. ચીમનભાઇ, સ્વ. કાંતીભાઇ, છોટુભાઇ, મનુભાઇ, પિયૂષભાઇ, સ્વ. શારદાબેન, રસિલાબેન, ભારતીબેન, સ્વ. કનકબેન, રેખાબેન, રીટાબેનના ભાઇ. ચીમનલાલ દામોદરદાસ કોઠારીના (ગાફવાળા) જમાઇ. પ્રાર્થનાસભા શુક્રવાર, તા. ૨૪-૧૧-૨૩ના સમય ૫થી ૭. ઠે. યોગીસભા ગૃહ, ગ્રાઉન્ડ ફલોર, સ્વામીનારાયણ મંદિર પાસે, દાદર (સેન્ટ્રલ) સ્ટેશન સામે.
લુહાર સુથાર
ગામ સાવરકુંડલા, હાલ દહિસર ભારતીબેન તથા હરેશભાઇ ભીમજીભાઈ પરમારના પુત્ર કેવલ (ઉં.વ. ૩૭) તે ૧૪/૧૧/૨૩ના લંડન મુકામે શ્રીજીશરણ પામેલ છે. તે ક્રિષ્નાના મોટાભાઈ. ચીમનભાઇ ગોવિંદભાઇ, વિનોદભાઈ, વિઠ્ઠલભાઈના ભત્રીજા. સ્વ. ઠાકરશીભાઈ ગોપાલજીભાઈના દોહિત્ર. હર્ષાબેન ધર્મેન્દ્રભાઈ, શીતલબેન, જયશ્રીબેનના ભત્રીજા. અપૂર્વ, તન્મય, તૃપ્તિ, જનાર્દન, પાર્થ, માનસી, સોનાક્ષી, ટીના, જસ્મીનના મોટાભાઈ. પ્રાર્થનાસભા ૨૩/૧૧/૨૩ના ૫ થી ૭ લુહાર સુથાર વેલ્ફેર સેન્ટર, કાર્ટર રોડ ૩ અંબામાતા મંદિર પાસે, બોરીવલી ઈસ્ટ.
દેસાઈ સઈ-સુથાર જ્ઞાતિ મંડળ. મુંબઈ
વણોટ, હાલ સાંતાક્રુઝ. સ્વ. મોંઘીબેન નરશીભાઈ નારણભાઈ ગોહિલના સુપુત્ર. ચંદુભાઈ ગોહિલ (ઉં.વ. ૮૩) તે રવિવાર, તા. ૧૯/૧૧/૨૩ના શ્રીરામચરણ પામ્યા છે. તે કુંદનબેનના પતિ. તે ફાલ્ગુની ભરતભાઈ જેઠવા, મહેન્દ્ર, અજયના પિતા. તે સ્વ. શાંતિભાઈ, સ્વ. વલ્લભભાઈ, સ્વ. નીમુબેન ભગવાનભાઈ હિંગુ, ગં. સ્વ. લીલીબેન ચુનીલાલ વાઘેલાના ભાઈ. તે વીરેન્દ્ર, ધર્મેશ, હિતેન્દ્રના કાકા. તે ભરતભાઈ મગનભાઈ જેઠવા. અનિતા અને મીતાના સસરા. તે સ્વ. લલ્લુભાઈ ભગવાનભાઈ રાઠોડના જમાઇ. તેમની સાદડી તા. ૨૨/૧૧/૨૩ બુધવારના ૩:૦૦ થી ૫:૦૦ સ્થળ: શ્રી દેસાઈ સઈ સુતાર જ્ઞાતિ વાડી, સ્વયંભૂ ગણેશ મંદિરની સામે, અશોક નગર, કાંદિવલી (ઈસ્ટ) લૌકિક પ્રથા બંધ છે. ધાર્મિક વિધિ નાસિક મુકામે રાખેલ છે.
કચ્છી બ્રહ્મક્ષત્રિય
મૂળ ગામ કાંડાગરા, હાલ આદિપુર, ગં. સ્વ. લીલાવન્તીબેન ગજકંધ (ઉં.વ. ૮૨), તે સ્વ. રમણીકલાલ ખીમજી ગજકંધના ધર્મપત્ની. પ્રફુલચંદ્ર, જ્યોતિ યોગેશભાઈ, કસ્તુરબેન ચંદ્રકાન્તનાં માતા. હિનાબેન, યોગેશ સુંદરજી ચંદ્રકાંત દયારામનાં સાસુ. શીલા, કૌશિક, તુષારનાં દાદી. સ્વ. જયંતિલાલ ખીમજી ગજકંધના નાનાભાઈના પત્ની. ગં.સ્વ. સવિતાબેન ઉમરશી ટાટારિયાના ભાભી. સ્વ. નેણબાઇ શિવજી નિર્મલના પુત્રી. તા. ૨૦-૧૧-૨૩નાં રામશરણ પામ્યા છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. ૨૨-૧૧-૨૩, બુધવારના ૪ થી ૫, પાંજીવાડી- કાંજુરમાર્ગ (ઈસ્ટ).
પાટણ મોઢ વિશા અડાલજા વણિક જ્ઞાતિ
શ્રીમતી સુધાબેન ગાંધી (ઉં.વ. ૬૮) જે નિતિનકુમાર જયંતીલાલના ધર્મપત્ની તા. ૧૯-૧૧-૨૩ ને રવિવારના મુંબઈ મુકામે શ્રીજીચરણ પામેલ છે.
કપોળ
રાજુલાવાળા, હાલ વિલેપાર્લા સ્વ. જસુમતીબેન ત્રિભોવનદાસ દોશીના પુત્રવધૂ. તે બિપીનભાઈના ધર્મપત્ની અ.સૌ. છાયાબેન (ઉં.વ. ૬૩), તેઓ હીરલ જીનીષ દોશી અને પુત્રી ક્રિનાલી સાગર પારેખના સાસુજી-માતુશ્રી તા. ૧૯-૧૧-૨૩ને રવિવારના શ્રીજીચરણ પામેલ છે. જીહાન, આહાના, નિશી, મેહાનના દાદી-નાની. પિયરપક્ષે મહુવાવાળા સ્વ. હિરાલક્ષ્મી જયંતીલાલ સંઘવીના દિકરી. પ્રાર્થનાસભા તા. ૨૪-૧૧-૨૩ના ૫ થી ૭, વિશ્ર્વકર્મા બાગ, બજાજ રોડ, વિલેપાર્લે, વેસ્ટમાં.
કચ્છી લોહાણા
કચ્છ ગામ લખપત હાલ મુલુંડ રાકેશ સોમૈયા (ઉં.વ. ૫૨), તે ગં.સ્વ. દમયંતીબેન (દેમાંબાઈ) કાકુભાઈ સોમૈયાના પૌત્ર. ગં.સ્વ. ભગવતીબેન રસિકલાલ સોમૈયાના પુત્ર. તે શ્ર્વેતાના પતિ. સ્વ. તારાબેન મનહરલાલ દેસાઈના જમાઈ. સાહિલના પિતા. મનીષા જયંતભાઈ કતીરા, દર્શના પરેશભાઈ સચદેના ભાઈ, તા. ૨૧-૧૧-૨૩ના કૈલાશવાસી થયેલ છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. ૨૨-૧૧-૨૩ બુધવારના ૫ થી ૭, શ્રી કચ્છી લોહાણા મહાજનવાડી, ગ્રાઉન્ડ ફ્લોર, આર.આર.ટી. રોડ, મુલુંડ-વેસ્ટ. લૌકિક વ્યવહાર બંધ છે.
સોરઠીયા પ્રજાપતિ કુંભાર જ્ઞાતિ
કલ્યાણ નિવાસી ગં. સ્વ. લક્ષ્મીબેન (પૂતીબેન) વિશ્રામભાઈ શિંગડિયા (ઉં.વ. ૯૫), ૧૯-૧૧-૨૩, રવિવારના રોજ શ્રી રામચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા ૨૩-૧૧-૨૩ને ગુરુવારના ૩થી ૫ લોહાણા મહાજનવાડી, અઈંગ્રા રોડ, કલ્યાણ (પ.)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત