આમચી મુંબઈ

પ્રદૂષણ અને ધૂળ મુક્ત મુંબઈ માટે ૧૦૦૦ ટેન્કર ભાડે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ શહેરને પ્રદૂષણ અને ધૂળ મુક્ત કરવા માટે આગામી દિવસોમાં એક હજાર ટેન્કર ભાડા પર લેવામાં આવવાના છે. આ ટેન્કરોની મદદથી સંપૂર્ણ મુંબઈના રસ્તા, ફૂટપાથ અને ચોક વગેરે એકાંતરે ધોવામાં આવશે. તેમ જ પ્રદૂષણને નિયંત્રણમાં લાવવા માટે વધુ મનુષ્ય બળ નીમવાની સાથે જ મશીનની સંખ્યા પણ વધારવાનો આદેશ મુખ્ય પ્રધાને પાલિકા પ્રશાસનને આપ્યો છે.
વાતાવરણમાં થયેલા ફેરફારને કારણે મુંબઈમાં છેલ્લા થોડા દિવસથી પ્રદૂષણનું પ્રમાણ વધી ગયું છે, તેને નિયંત્રણમાં લાવવા માટે પાલિકા પ્રશાસને ૨૭ નિયમો સાથેની ગાઈડલાઈન બહાર પાડી છે, ત્યારે આ ઉપાયયોજનાની સાથે જ સાર્વજનિક સ્વચ્છતાના કામ વ્યવસ્થિત રીતે અમલમાં મૂકવામાં આવ્યા છે કે નહીં તેનું નિરીક્ષણ કરવા મુખ્ય પ્રધાન એકનાથ શિંદે મંગળવારે વહેલી સવારે મુંબઈના જુદા જુદા વિસ્તારમાં નીકળ્યા હતા, જેની શરૂઆત ‘ડી’ વોર્ડમાં પેડર રોડ પરના સ્વચ્છતા કામનું નિરીક્ષણ કરીને ચાલુ કર્યું હતું. એ દરમિયાન તેમણે મુંબઈને ધૂળ મુક્ત કરવા માટે પાણીનો છંટકાવ કરવા માટે ૧,૦૦૦ ટેન્કર ભાડા પર લેવાની સૂચના આપી હતી.
મુખ્ય પ્રધાને પ્રદૂષણ નિયંત્રણ અને ધૂળને નિયંત્રણમાં લાવવા માટે આધુનિક સાધનસામગ્રીની સંખ્યા વધારવાનો આદેશ આપ્યો હતો. આ દરમિયાન રસ્તા, ફૂટપાથ અને સાર્વજનિક ઠેકાણે ભરાઈ રહેલી ધૂળ બ્રશથી હટાવીને તેને પાણીથી ધોઈને સ્વચ્છ કરવામાં આવી રહ્યા છે અને ફૉગર, ઍન્ટી સ્મૉગ અને અન્ય મશીનનો ઉપયોગ પણ વધારવામાં આવી રહ્યો હોવાથી હવામાં ધૂળનું પ્રમાણ ઘટી રહ્યું હોવાનું કમિશનરે કહ્યું હતું.
તમામ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટને ઉપાયયોજના અમલમાં મૂકવાની સૂચના
મુંબઈ મહાનગરમાં મોટા પ્રમાણમાં ઈન્ફ્રાસ્ટ્રકચરના પ્રોજેકટના કામ ઝડપથી ચાલી રહ્યા છે, જેમાં મેટ્રો, બુલેટ ટ્રેન, એમટીએચએલ સહિત અન્ય કામનો સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટ મુંબઈ માટે આવશ્યક હોઈ પ્રદૂષણ નિયંત્રણ પણ આવશ્યક હોઈ તમામ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટની સાઈટ પર પ્રદૂષણ નિયંત્રણ માટે ઉપાયયોજના અમલમાં મૂકવાની રહેશે.

કૃત્રિમ વરસાદ માટે દુબઈની કંપની સાથે કરાર
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈમાં વધી રહેલા પ્રદૂષણને નાથવા માટે પાલિકાએ કૃત્રિમ વરસાદ પાડવાની છે, તે માટે બહુ જલદી આંતરરાષ્ટ્રીય કંપની સાથે મેમોરેન્ડમ ઑફ અંડરસ્ટેન્ડિંગ (એમઓયુ) કરવાની હોવાનું મુખ્ય પ્રધાને મંગળવારે જણાવ્યું હતું.
મંગળવારે મુખ્ય પ્રધાને જણાવ્યું હતું કે મુંબઈમાં ધૂળને નિયંત્રણમાં રાખવા માટે પાલિકા દ્વારા યુદ્ધના ધોરણે ઉપાયયોજના અમલમાં મૂકવામાં આવી છે, તેને કારણે થોડા દિવસથી મુંબઈમાં હવાની ગુણવત્તામાં થોડો સુધારો જણાઈ રહ્યો છે. છતાં કોઈ પણ પ્રતિકૂળતા માટે અમે અમારી જાતને તૈયાર કરી રહ્યા છે. તેથી કૃત્રિમ વરસાદ પાડવા માટે ક્લાઉડ સીડિંગ હાથ ધરવા પગલાં લીધા છે.
પાલિકાના એડિશનલ કમિશનર સુધાકર શિંદેના જણાવ્યા મુજબ પાલિકા દુબઈ સ્થિત કંપની સાથે વાટાઘાટ કરી રહી છે, જેઓ આ ક્ષેત્રમાં નિપુણતા ધરાવે છે. મુંબઈમાં જો પ્રદૂષણનું સ્તર વધુ કથળે તો ક્લાઉડ સીડિંગ તુરંત થઈ શકે તેની ખાતરી કરવા માટે ટૂંક સમયમાં બંને સંસ્થાઓ વચ્ચે એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવવાના છે.
આ દરમિયાન દિવાળી બાદ મુંબઈમાં હવાની ગુણવત્તામાં હળવો સુધારો જણાયો છે. મંગળવારે મુંબઈનો સરેરાર ઍર ક્વોલિટી ઈન્ડેક્સ (એક્યુઆઈ)૧૩૨ નોંધાયો હતો. પંરતુ બાંદ્રા-કુર્લા-કૉમ્પ્લેક્સમાં હવાની ગુણવત્તા નબળી રહી હતી. અહીં દિવસ દરમિયાન એક્યુઆઈ ૨૦૧ નોંધાયો હતો. તો બોરીવલીમાં એક્યુઆઈ ૧૧૨, મલાડમાં ૧૫૦, અંધેરીમાં ૮૧, ભાંડુપમાં ૧૧૯, વરલીમાં ૮૨, મઝગાંવમાં ૧૪૪ તો કોલાબામાં ૧૩૦ નોંધાયો હતો.

દિવસના પણ પાણીનો છંટકાવ કરાશે
ધૂળને નિયંત્રણમાં લાવવા માટે હાલ રસ્તા, ફૂટપાથને વહેલી સવારના પાણીથી ધોવામાં આવી રહ્યા છે. પરંતુ હવેથી વહેલી સવાર જ નહીં પણ દિવસભરમાં મુખ્ય અને મોટા નાકા પર, મુખ્ય ચોક પર ફૉગર મશીન બેસાડવામાં આવવાના છે અને તેનાથી દર બે-બે કલાકે પાણીનો છંટકાવ કરીને ધૂળને નિયંત્રણમાં રાખી શકાશે. હાલ ધૂળના કણોને ઘટાડવા માટે મુંબઈમાં ૪૦ ઠેકાણે વોટર ફૉગર અને ઍન્ટી સ્મોગ ગન બેસાડવામાં આવી છે. ઉ
ખારમાં બંધાશે નવો આરઓબી
ખાર સબવેમાં સતત ટ્રાફિક જામની સમસ્યા રહેતી હોય છે. અનેક વખતે વાહનવ્યવહાર માટે તે બંધ રહેતો હોય છે એવી સ્થાનિકોની ફરિયાદને ધ્યાનમાં રાખીને મુખ્ય પ્રધાને કહ્યું હતું કે આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે ખાર સબ વેમાં રેલવે ઓવર બ્રિજ બાંધવાની કાર્યવાહી પાલિકાએ હાથ ધરી છે. બહુ જલદી કામ ચાલુ થઈને બ્રિજ ખુલ્લો મુકાયા બાદ કાયમી સ્મસ્યાનો છૂટકારો થશે. ઉ

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સાવધાન, તમે પણ આ રીતે પાણી પીવો છો? આજે જ કરો બંધ નહીંતર… પૅરિસ ઑલિમ્પિક્સના ઍથ્લીટોના આ રહ્યા અનોખી ડિઝાઇનના ડ્રેસ… દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ… 2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા