આમચી મુંબઈ

ફક્ત ૪ દિવસ દુકાનો પર મરાઠી પાટિયાં

મુંબઈ: મહાવિકાસ આઘાડીના કાર્યકાળમાં મુંબઈની દુકાનો પર મરાઠીમાં પાટિયાં લગાવવા સંદર્ભે કાયદો કરવામાં આવ્યો હતો. આ કાયદાને વેપારીઓએ હાઈ કોર્ટથી લઈને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો, પરંતુ સુપ્રીમ કોર્ટે કોઈપણ પ્રકારની રાહત આપી નહોતી અને ૨૫ નવેમ્બર સુધીમાં દુકાનો પરનાં પાટિયાં મરાઠી ભાષામાં કરવાનો આદેશ આપ્યો હતો. આ આદેશની મુદતને હવે ફક્ત ચાર જ દિવસ બાકી બચ્યા હોવાનું મનસે દ્વારા યાદ અપાવવામાં આવ્યું હતું. તેમણે વેપારીઓને આડકતરી રીતે આંદોલનની ધમકી ઉચ્ચારી છે.
સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ ૨૫ નવેમ્બર, ૨૦૨૩ સુધીમાં મહારાષ્ટ્રની દુકાનો પર મોટા અક્ષરોમાં મરાઠી પાટિયાં હોવા જોઈએ.. છેલ્લા ચાર દિવસ બચ્યા છે એવા શબ્દોમાં મનસે દ્વારા દુકાનદારોને ચેતવણી આપવામાં આવી છે. અહીં ઉલ્લેખનીય છે કે દુકાનોના
પાટિયાં મરાઠીમાં કરવા માટે આ પહેલાં પણ મનસે દ્વારા આંદોલનો કરવામાં આવ્યા છે અને કેટલીક દુકાનોના પાટિયાંની તોડફોડ પણ કરવામાં આવી હતી. ફરી એક વખત મનસેએ ચેતવણી ઉચ્ચારી હોવાથી વેપારીઓમાં ગભરાટ ફેલાયો છે.
૨૬ નવેમ્બર, ૨૦૨૩ના રોજ થયેલી સુનાવણી વખતે સુપ્રીમ કોર્ટે વેપારીઓને મરાઠીમાં પાટિયાં લગાવવા માટે બે મહિનાની મુદત આપી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button