હેં, પશ્ચિમ બંગાળની આ મોડલ પરણી ટ્રેવિસ હેડને, વીડિયો વાઈરલ
કલકત્તા: હેડિંગ વાચીને તમને નવાઈ લાગશે, પરંતુ હકીકત છે. તાજેતરમાં પશ્ચિમ બંગાળની જાણીતી મોડલ ઓસ્ટ્રેલિયાના સુપરસ્ટાર બેટર ટ્રેડિસ હેડની રમતથી પ્રભાવિત થઈને તેની સાથે લગ્ન કરવાનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. ટ્રેવિસ હેડના નામે માથામાં સિંદુર ભરીને વીડિયો પણ પોસ્ટ કર્યો હતો.
ટ્રેવિસ હેડે ઓસ્ટ્રેલિયાને જીત અપાવતા હવે બંગાળીની એક મોડલે તેની સાથે લગ્ન કરી લીધા હોવાની ચર્ચા થઈ રહી છે. આ બંગાળીની મોડેલની ઓળખ હેમોશ્રી ભદ્રા તરીકે કરવામાં આવી છે. હેમોશ્રીએ કઈ ખરે ખર ટ્રેવિસ હેડ સાથે લગ્ન નથી કરી લીધા, તેણે માત્ર એવો એક પબ્લિસિટી સ્ટંટ કરતો વિડિયો પોસ્ટ કર્યો છે.
હેમોશ્રીએ તેના ઇન્સ્ટાગ્રામના એકાઉન્ટ પર એક વિડિયો શેર કર્યો છે, જે હાલમાં વાઇરલ થઈ રહ્યો છે. વીડિયોમાં હેમોશ્રી ટ્રેવીસ હેડના નામનું સિંદુર પોતાની માંગમાં ભર્યું અને પારંપારિક શંખ અને ટ્રમ્પેટ વગાડીને ટ્રેવિસ હેડની તસવીર સાથે લગ્ન કર્યાનો વીડિયો પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં હેમોશ્રીના કુટુંબીઓ પણ જોવા મળી રહ્યા છે. આ વીડિયોમાં બંગાળી લગ્નમાં વગાડવામાં આવતું પારંપારિક સંગીત પણ સંભળાઇ રહ્યું છે.
વાઇરલ વીડિયો હેમોશ્રીએ કહ્યું મે ટ્રેવીસ હેડના નામનું સિંદુર પોતાની માંગમાં ભર્યું છે. હું તે છોકરા (ટ્રેવિસ હેડ) વિશે જેટલો વિચાર કરું છું તેટલો મારો ચહેરો લાલ થઈ જાય છે. હું ઈચ્છું છું કે ટ્રેવિસ મારો પતિ બની જાય. હેમોશ્રીએ આ વીડિયોના કેપ્શનમાં લખ્યું ‘કાશ તે મારો પતિ બની જાય? હું તામારી સાથે લગ્ન કરવા ઈચ્છું છું. તારા ટેલેન્ટે મારુ દિલ જીતી લીધું છે. ટ્રેવિસ હેડ લવ યુ.
હેમોશ્રીનો ટ્રેવિસ હેડની તસવીર સાથે લગ્ન કરતો વીડિયો વાઇરલ થતાં નેટિઝન હેમોશ્રી પર કમેન્ટ સેક્શનમાં તૂટી પડ્યા છે. વીડિયો વાઇરલ થતાં હેમોશ્રીને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવી રહી છે. હેમોશ્રીએ કહ્યું કે મારી આ વીડિયો પર નેટિઝન દ્વારા અશ્લીલ કમેન્ટસ કરવામાં આવી રહી છે, જે જોઈને મને દુઃખ થયું.
આ વીડિયો બનાવવા બદલ મને મારી નાખવાની ધમકીઓ પણ આપવામાં આવી રહી છે. મારી માટે ટ્રેવીસ હેડ સાથે લગ્ન કરવું શક્ય નથી. આ વીડિયો મેં ફક્ત મજાક માટે બનાવ્યો હતો. મે ક્યારેય એવું વિચાર્યું નહોતું કે લોકો મારી આ વિડિયોને ખોટી રીતે સમજશે. હું વીડિયો પર કરવામાં આવતી હેટને લઈને ખૂબ ચિંતિત છું. ઓસ્ટ્રેલિયા વર્લ્ડ કપ જીત્યા બાદ આવી જ ધમકી અનેક લોકોને આપવામાં આવી રહી છે, જે યોગ્ય નથી. રમત ને રમત તરીકે સમજવી જોઈએ. ભારત અને ઓસ્ટ્રેલિયા વર્લ્ડ કપ 2023ની ફાઇનલ મેચમાં ઓસ્ટ્રેલિયાના ખેલાડી ટ્રેવિસ હેડે 120 બોલમાં 137 રનોની મેચ વિનિંગ ઇનિંગ્સ રમી ઓસ્ટ્રેલિયાને જીત આપવી હતી.