કોહલીએ પોતાની નજીકની આ ખાસ વ્યક્તિ સાથેના વર્ષો જૂના સંબંધોનો અંત આણી દીધો…
અમદાવાદ: ભારતીય ટીમ માટે ODI World Cup 2023નો અંત ખુબ જ દુઃખદ રહ્યો હતો. આખી ટુર્નામેન્ટમાં ભારતીય ટીમે બધી ટીમ પર પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું હતું પરંતુ ફાઈનલ મેચમાં ભારતીય ટીમને ઓસ્ટ્રેલિયા સામે 6 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. જોકે, હવે ટુર્નામેન્ટ પૂરી થયા બાદ ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીને લઈને એક ચોંકાવનારા સમાચાર આવી રહ્યા છે. મળી રહેલી માહિતી પ્રમાણે અહેવાલો કોહલીએ ટુર્નામેન્ટ સમાપ્ત થતા જ એક મોટો નિર્ણય લીધો છે અને તેણે પોતાની નજીકની વ્યક્તિ સાથેનો સંબંધનો અંત આણી દીધો છે. આવો જોઈએ કોણ છે આ વ્યક્તિ અને શા કારણે વિરાટે આવો કઠોર નિર્ણય લીધો હતો…
સાધનો દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે વિરાટ કોહલીએ તેના મેનેજર બંટી સજ્દેહ સાથેના વર્ષો જૂના સંબંધનો અંત આણી દીધો છે. જોકે, હજુ સુધી કયા કારણોસર વિરાટે આ પગલું લીધું છે એ બાબતનો ખુલાસો થઇ શક્યો નથી. અત્રે ઉલ્લેખનીય છે કે બંટી સજ્દેહ ભારતીય ક્રિકેટર રોહિત શર્માની પત્ની રિતિકા સજ્દેહનો પિતરાઈ ભાઈ છે. પ્રોફેશનની વાત કરીએ તો બંટી સજદેહ કોર્નરસ્ટોન નામની પીઆર કંપનીનો માલિક છે અને હવે આ બધા વચ્ચે એક એવા સમાચાર પણ આવી રહ્યા છે કે કોહલી પોતાની કંપની બનાવવા જઈ રહ્યો છે અને તેની રજીસ્ટ્રેશનની પ્રોસેસ ચાલી રહી છે.
અહીંયા તમારી જાણ ખાતર કે વિરાટ કોહલી અને બંટી સજ્દેહ ખુબ સારા મિત્રો છે અને તેમની આ મિત્રતા વર્ષો જૂની છે એવું કહેવાઈ રહ્યું હતું. આ અગાઉ પણ કોહલીએ સોશિયલ મીડિયા પર બંટી માટે ઘણી પોસ્ટ પણ કરી ચૂક્યો છે. બંટી સજ્દેહની પીઆર કંપની માત્ર કોહલી જ નહીં પરંતુ અન્ય ભારતીય ખેલાડી કે.એલ રાહુલ, અજિંક્ય રહાણે, શુભમન ગિલ અને રોહિત શર્મા જેવા ખેલાડી માટે કામ કરે છે. કોહલી અને બંટી વર્ષોથી એકબીજાની સાથે કામ કરી ચૂક્યા છે અને બંને જણે સાથે મળીને એક બ્રાન્ડેડ કંપની સાથે મળીને રૂપિયા 100 કરોડની ડીલ પણ ફાઈનલ કરી હતી. પરંતુ, હવે એવા અહેવાલો સામે આવી રહ્યા છે કે બંટી અને કોહલી વચ્ચેના સંબંધોનો અંત આવી ગયો છે, જોકે ચોક્ક્સ કયા કારણસર બંને વચ્ચે આ ભંગાણ પડ્યું છે એ જાણી શકાયું નથી.