ઇન્ટરનેશનલ

ઈઝરાયલ ડિફેન્સ ફોર્સે અલ શિફા હોસ્પટલનો કર્યો પર્દાફાશ, મોટી રોકેટ લેબ જપ્ત

ગાઝા સિટીઃ ઇઝરાયલ અને હમાસ વચ્ચે ગયા 46 દિવસથી ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે. બંને તરફથી એકબીજાના શહેરો પર બોમ્બ અને મિસાઇલ વડે હુમલાઓ કરવામાં આવી રહ્યા છે. હમાસનો ખાતમો કરવા હવે ઇઝરાયલ ડિફેન્સ ફોર્સ (આઈડીએફ)એ હમાસનો ખાતમો કરવા પોતાની યુદ્ધ રણનીતિમાં બદલાવ કરવાનો નિર્ણય લીધો છે.

આઈડીએફે અલ શિફા હોસ્પિટલનો પર્દાફાશ કર્યો છે, જેમાં હમાસે આ હથિયારોને છુપાવવા માટે મસ્જિદોમાં બુલેટ પ્રૂફ દરવાજા બેલાડ્યા હોવાનું જાણવા મળ્યું હતું. અહીયા એક રોકેટ લેબ, મિસાઇલ, મોટર, ડ્રોન, વિસ્ફોટક, મિસાઈલ બનાવવાનો સામાન અને તેની ડિઝાઈન પણ મળી આવી હતી. આ તમામ વસ્તુઓને આઇડીએફએ પોતાના કબજામાં લીધી છે.

ઇઝરાયલે યુદ્ધના બીજા તબક્કામાં હમાસની ગુપ્ત ટનલ પર હુમલાઓ શરૂ કરી દીધા છે. આઇડીએફએ જમીન પર સેના અને ટેન્ક વડે હમાસ પર હુમલાઓ કરી રહ્યા છે અને હમાસને યુદ્ધને નબળું પાડવા માટે ઇઝરાયલના એન્જિનિયર્સની ટીમ હમાસની ગુપ્ત ટનલો શોધી તેનો ખાતમો બોલાવ્યો છે.

મસ્જિદમાં આઇડીએફએ ગાઝાની અલ શિફા હોસ્પિટલમાંથી પણ હથિયારો મળી આવ્યા હતા. આઇડીએફએ આ ગાઝા પટ્ટી પર સર્જિકલ ઓપેરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આઇડીએફને અલ શિફા હોસ્પિટલ પર કાર્યવાહી કરતાં આઇડીએફે ઘણી બધી વિસ્ફોટક માહિતી આપી હતી.

આ ઓપેરેશનમા આઇડીએફને જાણવા મળ્યું કે હમાસે હોસ્પિટલના સીસીટીવી કૅમેરા પર કાળી પટ્ટી ચોંટાડી હતી, જેથી કોઈ કેમેરા હેક કરી અંદરની માહિતી મેળવી શકે નહીં. હોસ્પિટલમા MRI મશીનની પાછળ એકે-47 રાઇફલ, ગ્રેનેડ અને કારતૂસો રાખવામાં આવી હતી. દવા રાખવાની શેલ્ફ પર બુલેટ્સ અને બંદૂકની મેગેઝીન રાખવામાં આવી હતી, જેને કપડાંથી ઢાંકવામાં આવી હતી. હોસ્પિટલના નીચે આઇડીએફને એક મોટી ટનલ પણ મળી હતી.

આઇડીએફના એક ઓફિસરે કહ્યું હતું કે હમાસ તેની આ ગુપ્ત ટનલોને લીધે હજી સુધી યુદ્ધમાં ટકી રહ્યો છે અને તેની દરેક ગુપ્ત ટનલો નષ્ટ થતાં તે કમજોર બની જશે. આઇડીએફ દ્વારા એક વિડિયો રીલીઝ કરવામાં આવ્યો છે, જેમાં ચોંકાવનારા ખુલાસા કરવામાં આવ્યા છે.

ઈઝરાયલ દ્વારા રજૂ કરવામાં આવેલા વીડિયોમાં કહેવામા આવ્યું છે કે હમાસ ગાઝાની શાળાઓ અને હોસ્પિટલોની સાથે સાથે મસ્જિદનો ઉપયોગ તેના હથિયાર રાખવા માટે કરી રહ્યો છે. આઇડીએફની કાર્યવાહીમાં એક મસ્જિદમાંથી મોટા પ્રમાણમાં હથિયારો મળી આવ્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button