મનોરંજન

જૉનને જોયો ? જોયા પછી ફેન્સને આ કારણે થઈ થઈ ચિંતા

ફિલ્મ અભિનેતા જૉન ઈબ્રાહિમ એક સમયનો મોડલ અને હોટ હંક કહેવાતો અને તેની આ પર્સનાલિટીને લીધે તેની ફિમેલ ચાહકોની સંખ્યા વધારે છે. ડસ્ટી લૂક અને મજબૂત બાંધો ધરાવતો જૉન તાજેતરમાં શાહરૂખની હીટ ફિલ્મ પઠાણમાં દેખાયો હતો. જોકે આજે આપણે વાત કરી રહ્યા છે એક વીડિયોની જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તેને જોઈને ફેન્સ આશ્ચર્યમાં મૂકાયા અને ચિંતામાં પણ પડી ગયા.

જૉનએ એક વીડિયો શેર કર્યો છે જેમાં તે યશ નામના તેના કોઈ ફેનને જન્મદિવસની શુભેચ્છા પાઠવી રહ્યો છે. શુભેચ્છા પાઠવતો જૉન ખૂબ ખુશ છે અને પ્રેમથી તેને આવનારા વર્ષ માટે શુભેચ્છા આપી રહ્યો છે, પરંતુ લોકોને જે દાખઈ રહ્યું છે તે જૉનનો ચહેરો. જૉનના ચહેરા પર કરચલી દેખાય છે, જે જાણે વૃદ્ધ હોય તેમ જણાઈ છે.

50 વર્ષ વટાવી ચૂકેલા અન્ય ઘણા અભિનેતા આવા દેખાતા નથી જ્યારે જૉન ફીટનેસ માટે ઘણો આગ્રહી હોવા છતાં આવો દેખાય છે ત્યારે નેટિઝન્સ કહી રહ્યા છે કે તેની ઉંમર દેખાય છે, તો કોઈ કહી રહ્યું છે કે વધારે પડતી કસરત અને મેડિસિનની અસર છે. ફેન્સ તેની તબિયતની ખબર પણ પૂછી રહ્યા છે.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અભિનેતાના હાથમાં તહેરીન અને વેદા જેવી મોટી ફિલ્મો છે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત