રાત ટૂંકી ને વેશ ઝાઝાઃ લાખો લગ્ન માટે આ વર્ષે શુભ મૂહુર્ત ઓછા
આ વર્ષે દેશભરમાં લાખો લગ્ન લેવાના છે અને લાખો કરોડોનો વેપાર થવાની આશા વેપારી સંગઠનો યુનિયનોએ વ્યક્ત કરી છે, પરંતુ મળતી માહિતી અનુસાર વિવાહ કરવાના શુભ મૂહર્ત ઓછા છે આથી એક દિવસે ઘણા લગ્નો લેવાશે અને તેથી મેરેજહૉલથી માંડી પંડિતોની બોલબાલા રહેશે. ગયા વર્ષે લગભગ 61 મૂહુર્ત હતા, પરંતુ આ વર્ષે જુલાઈ સુધીમાં માત્ર 41 મૂહુર્ત છે. તો ચાલો જાણી લઈએ ક્યા દિવસે તમે લગ્ન લઈ શકો છો.
23મી નવેમ્બર (ગુરુવાર) લગ્નના શુભ મુહૂર્ત માટે સૌથી શુભ દિવસ રહેવાનો છે કારણ કે આ દિવસે ભગવાન વિષ્ણુ યોગ નિદ્રામાંથી જાગશે. – 24મી નવેમ્બર (શુક્રવાર) તુલસી વિવાહનો દિવસ છે. તેથી આ દિવસને પણ શુભ માનવામાં આવે છે. – 27 નવેમ્બર (સોમવાર), કારતક પૂર્ણિમા. – 28 નવેમ્બર (મંગળવાર) લગ્ન માટે પણ શુભ માનવામાં આવે છે. – 29 નવેમ્બર (બુધવાર)નો દિવસ પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે કારણ કે આ દિવસે મૃગશિરા નક્ષત્રની રચના થવા જઈ રહી છે.
ડિસેમ્બરઃ 2023
5મી ડિસેમ્બર (મંગળવાર) ડિસેમ્બર મહિનાનો પહેલો શુભ સમય રહેશે. આ દિવસે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર અને નવમી તિથિનો સંયોગ છે. – 6મી ડિસેમ્બર (બુધવાર), 7મી ડિસેમ્બર (ગુરુવાર), 8મી ડિસેમ્બર (શુક્રવાર) અને 9મી ડિસેમ્બર (શનિવાર) પણ શુભ દિવસો રહેશે. – 11મી ડિસેમ્બર (સોમવાર)ના રોજ અમાવસ્યા આવી રહી છે અને અનુરાધા નક્ષત્રનો સંયોગ છે. -15 ડિસેમ્બર (શુક્રવાર) લગ્નનો છેલ્લો દિવસ શુભ મુહૂર્ત હશે કારણ કે ત્યારથી ખરમાસ શરૂ થશે.
જાન્યુઆરીઃ 2024
16 જાન્યુઆરી 2024 (મંગળવાર), 17 જાન્યુઆરી 2024 (બુધવાર), 20 જાન્યુઆરી 2024 (શનિવાર), 21 જાન્યુઆરી 2024 (રવિવાર), 22 જાન્યુઆરી 2024 (સોમવાર), 27 જાન્યુઆરી 2024 (શનિવાર), 28 જાન્યુઆરી 2024 (શનિવાર), 28 જાન્યુઆરી 2024 જાન્યુઆરી 2024 (મંગળવાર), 31 જાન્યુઆરી 2024 (બુધવાર)ના રોજ લગ્ન લઈ શકાશે.
ફેબ્રુઆરીઃ 2024
4 ફેબ્રુઆરી 2024 (રવિવાર), 6 ફેબ્રુઆરી 2024 (મંગળવાર), 7 ફેબ્રુઆરી 2024 (બુધવાર), 8 ફેબ્રુઆરી 2024 (ગુરુવાર), 12 ફેબ્રુઆરી 2024 (સોમવાર), 13 ફેબ્રુઆરી 2024 (મંગળવાર), 17 ફેબ્રુઆરી 2024 (4 શનિવાર), ફેબ્રુઆરી 2024 (શનિવાર), 25 ફેબ્રુઆરી 2024 (રવિવાર), 26 ફેબ્રુઆરી 2024 (સોમવાર), 29 ફેબ્રુઆરી 2024 (ગુરુવાર) લગ્નો માટે શુભ રહેશે.
માર્ચ: 2024
1 માર્ચ 2024 (શુક્રવાર), 2 માર્ચ 2024 (શનિવાર), 3 માર્ચ 2024 (રવિવાર), 4 માર્ચ 2024 (સોમવાર), 5 માર્ચ 2024 (મંગળવાર), 6 માર્ચ 2024 (બુધવાર), 7 માર્ચ 2024 (ગુરુવાર), 100 માર્ચ 2024 (રવિવાર), 11 માર્ચ, 2024 (સોમવાર), 12 માર્ચ, 2024 (મંગળવાર) પણ શુભ રહશે.
એપ્રિલ: 2024
18 એપ્રિલ 2024 (ગુરુવાર), 19 એપ્રિલ 2024 (શુક્રવાર), 20 એપ્રિલ 2024 (શનિવાર), 21 એપ્રિલ 2024 (રવિવાર), 22 એપ્રિલ 2024 (સોમવાર)
જુલાઈ: 2024
9 જુલાઈ 2024 (મંગળવાર), 11 જુલાઈ 2024 (ગુરુવાર), 12 જુલાઈ 2024 (શુક્રવાર), 13 જુલાઈ 2024 (શનિવાર), 14 જુલાઈ 2024 (રવિવાર) 15 જુલાઈ 2024 (સોમવાર)