જાલૌર: સોશિયલ મીડિયામાં લોકો પોતાની ભાવના વ્યક્ત કરે ત્યારે ભાન ભૂલતા હોય છે અને વડા પ્રધાનથી માંડી ગમે તે પદ પરના વ્યક્તિ વિશે એલફેલ બોલતા હોય છે, પરંતુ તમે પોતે જ્યારે દેશના કોઈ બંધારણીય પદ પર હોવ ત્યારે તમે અન્ય વ્યક્તિ વિશે મંચ પરથી ગમે તે બોલી ન શકો અને તે 53 વર્ષીય કૉંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ સમજવું જોઈએ, પરંતુ તેમણે આ વાતને ધ્યાનમાં ન રાખતા જાલૌર ખાતેની જનસભામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિશે હલકી કક્ષાની ટીપ્પણી કરી હતી. ભારત વર્લ્ડ કપ હાર્યું તે દરમિયાન વડા નરેન્દ્ર મોદી અમદાવાદ ખાતે સ્ટેડિયમમાં હાજર હતા. ભારતની હારનું ઠીકરું ઘણા મોદીની હાજરીને જણાવી સોશિયલ મીડિયમાં તેમને પનોતી કહી અપમાનિત કરે છે.
રાહુલે જ્યારે જાલૌરમાં પોતાનું ભાષણ શરૂ કર્યું ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું નામ લઈ તેમની ટીકા કરવાનું શરૂ કર્યું. આ દરમિયાન સ્ટેજની સામે બેસેલા અમુક લોકોએ પનોતી પનોતીના નારા લગાવડવાનું શરૂ કર્યું ત્યારે રાહુલે પોતાની વાત કાપ કહ્યું કે આપણા ખેલાડીઓ સારું રમી રહ્યા હતા અને કપ જીતીને આવે તેમ હતા પણ પનોતીએ હરાવી દીધા. સ્વાભાવિક રાહુલનો ઈશારો પણ મોદી તરફ હતો.
જોકે અગાઉ યુપી કૉંગ્રેસના અધ્યક્ષએ પણ હારનું ઠીકરું મોદી પર ફોડ્યું હતું અને મોદીની હાજરીને લીધે ખેલાડીઓ દબાણ અનુભવતા હતા અને તેથી હારી ગયા તેમ કહ્યું હતું. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની હાજરી કે ગેરહાજરીથી મેચના પરિણામમાં કોઈ ફરક ન પડે અને આ રીતે કોઈ હોદ્દા પર બેસેલા વ્યક્તિનું અપમાન ન કરી શકાય તેવી સમજ સામાન્ય લોકોમાં ન હોય, પરંતુ રાહુલ જેવા શિક્ષિત અને સાંસદપદ પર બેસેલા વ્યક્તિએ આ પ્રકારના લોકરંજક નિવેદનોથી દૂર રહેવું જોઈએ.
Taboola Feed