Bigg Boss-17માં અંકિતા લોખંડેએ સુશાંતના મૃત્યુના કારણ અંગે કર્યો આ ચોંકાવનારો ખુલાસો…
મુંબઈ: ટેલિવિઝનની દુનિયાના સલમાન ખાનના રિયાલિટી ટીવી શો બિગ બોસ-17નો એક અલગ જ ક્રેઝ છે અને લોકો આ શોને ખૂબ જ પસંદ કરે છે. લોકપ્રિયતાની સાથે સાથે જ આ શોમાં ઘણી વખત એવા એવા વિવાદાસ્પદ અને ચોંકાવનારા ખુલાસો થતા હોય છે. આવો જ એક ખુલાસો બિગ બોસ-17ની સ્પર્ધક અને બી-ટાઉનના દિવંગત એક્ટર સુશાંત સિંહ રાજપૂતની એક્સ ગર્લફ્રેન્ડે કર્યો છે. આ ખુલાસો સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ સંબંધિત છે. આવો જોઈએ શું કહ્યું અંકિતાએ સુશાંતના મૃત્યુના કારણ વિશે…
અંકિતાએ આ શોમાં ઘણી વખત સુશાંત અને તેના સંબંધ વિશે વાત કરી છે. એટલું જ નહીં પણ તેણે અત્યાર સુધી ઘણી વખત સુશાંતના કામની પ્રશંસા પણ કરતી જોવા મળે છે. આ બધા વચ્ચે અંકિતાએ હવે આખરે તે કેમ સુશાંતસિંહ રાજપૂતના અંતિમ સંસ્કારમાં નહોતી ગઈ.
શોમાં જ સ્પર્ધક તરીકે આવેલા મુન્નવર ફારુખી સાથે વાત કરતાં અંકિતા સાથે જણાવ્યું હતું કે એ ખૂબ જ સારો માણસ હતો અને જ્યારે હું આવું બોલું છું ત્યારે મને ખૂબ જ વિચિત્ર લાગે છે. હવે તો બધું નોર્મલ થઈ ગયું છે. પહેલાં તો હું અને વિક્કી વાત પણ કરતા હતા. એનો પણ મિત્ર હતો સુશાંત. હવે એ નહીં દુનિયામાં નથી અને આ સૌથી ખરાબ ફિલિંગ છે.
અંકિતાની આ વાત સાંભળીને મુન્નવર તેને પૂછે છે કે શું તને ખબર છે કે સુશાંતનું મૃત્યુ કઈ રીતે થયું? આ સવાલ સાંભળતા જ અંકિતા કહે છે કે મારે નથી વાત કરવી યાર… પરંતુ બાદમાં તેને એવું કહેતાં સાંભળવા મળી હતી કે તેને સુશાંતના મૃત્યુનું કારણ ખબર છે.
અત્રે ઉલ્લેખનીય છે કે અંકિતા અને સુશાંતે છ વર્ષ સુધી ડેટિંગ કર્યું હતું. અંકિતાએ કહ્યું હતું કે કોઈને આ રીતે ખોવાનો મારો પહેલો અનુભવ હતો અને મારા માટે આ ખૂબ જ શોકિંગ હતું. હું એના અંતિમ સંસ્કાર માટે નહોતી ગઈ, કારણ કે હું એને આ રીતે જોઈ નહોતી શકતી. એટલે હું નહીં ગઈ. વિક્કીએ મને અંતિમ સંસ્કાર પર જવાનું કહ્યું હતું પણ મેં ના પાડી દીધી.
આ જ શો પર અંકિતા સુશાંતની સાથે સાથે તેના પિતાને પણ યાદ કરવી જોવા મળી હતી. અંકિતાએ પિતાને યાદ કરતાં એવું કહ્યું હતું કે મારા પિતાના ગયા બાદ મને ખબર પડી હતી કે જ્યારે આપણું પોતાનું કોઈ આપણને છોડી જાય છે ત્યારે કેવું લાગે છે?