દુર્દશા કરશો નહીંઃ દરિયામાં કચરો ઠાલવતા આનંદ મહિન્દ્રાએ વ્યક્ત કરી ચિંતા
મુંબઈ: મુંબઈની આસપાસ દરિયાકિનારાનો વિશાળ પ્રદેશ છે, પરંતુ આ દરિયામાં કચરો ફેંકવાનું કામકાજ મુંબઈના નાગરિકો કરતા હોય છે. દરિયામાં કચરો ફેંકવાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયા પછી તેની આકરી ટીકા ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ પણ કરી હતી.
ભારતના જાણીતા ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રા સોશિયલ મીડિયામાં સૌથી સક્રિય રહે છે, જેઓ સામાજિક, આર્થિક મુદ્દે પણ તેમની તાત્કાલિક પ્રતિક્રિયા આપતા હોય છે, જેમાં તાજેતરમાં મુંબઈના ગેટ વે ઈન્ડિયા ખાતે એક નાગરિકે કચરો ફેંકીને મુંબઈની થનારી દુર્દશા માટે ચિંતા વ્યક્ત કરી હતી.
આનંદ મહિન્દ્રાએ તાજેતરમાં એક વીડિયો શેર કર્યો હતો, જેમાં વીડિયોને કેપ્શન આપતા લખ્યું ‘હર્ટ્સ જસ્ટ ટૂ સી ધિસ.’ આનંદ મહિન્દ્રાએ એક્સ (અગાઉના ટવિટર) પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં કેટલાક વ્યક્તિઓ વહેલી સવારે મુંબઈના ગેટવે ઓફ ઈન્ડિયાના દરિયામાં કચરો ફેંકતા જોવા મળી રહ્યા છે.
It hurts just to see this. No amount of improvement in physical infrastructure can improve the city’s quality of life if the civic attitude isn’t transformed. @IqbalSinghChah2 @MumbaiPolice https://t.co/Efh0ssHQ3f
— anand mahindra (@anandmahindra) November 21, 2023
આનંદ મહિન્દ્રાએ આ વિડિયો શેર કરતાં લખ્યું હતું કે આ જોઈને દુઃખ થાય છે. જો નાગરિકો તેમના વ્યવહારમાં જો કોઈ પરિવર્તન ન લાવે તો શહેરની માળખાકીય સુવિધાઓમાં કોઈ પણ પ્રકારનો સુધારો આવશે નથી અને આપણાં જીવન જીવવામાં કોઈપણ કોઈ સુધારો થશે નહીં. આનંદ મહિન્દ્રાએ આ વિડિયો પોસ્ટ કરવાની સાથે પાલિકાના કમિશનર ઇકબાલ ચહલ અને મુંબઈ પોલીસને પણ ટેગ કરીને તેના અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
આનંદ મહિન્દ્રાએ શેર કરેલા વીડિયોમાં કેટલાક લોકો ગેટવે ઓફ ઈન્ડિયા પાસેના સમુદ્રમાં કચરો અને ફૂલોની થેલીઓ ફેંકતા જોવા મળી રહ્યા છે. ગેટવે ઓફ ઈન્ડિયા જેવા જાહેરમાં અને જાણીતો પોશ વિસ્તાર હોવા છતાં ત્યાં એક પણ પોલીસકર્મી હજાર નહોતો.
વીડિયોમાં જોઈ શકાય છે કે કચરો ફેંકનાર લોકોના પાસેથી અનેક વ્યક્તિઓ પસાર થઈ રહ્યા છે પણ કોઈએ પણ તેમને રોકવા માટે આવ્યું નહીં. આનંદ મહિન્દ્રાએ શેર કરેલા આ વિડિયોને ઉજ્વલ પૂરી નામના ટ્વિટર એકાઉન્ટ પર પોસ્ટ કરવામાં આવ્યો હતો જેને મહિન્દ્રાએ શેર કરી તેના પર પ્રતિક્રિયા આપી હતી.