આમચી મુંબઈમહારાષ્ટ્ર

મુંબઈ-પુણે વચ્ચે પ્રવાસ કરનારાઓ માટે આવ્યા ગુડ ન્યૂઝ, જાણી લો એક ક્લિક જ પર…

મુંબઈઃ મુંબઈનો બહુપ્રતિક્ષિત મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંક (MTHL) બાબતે મહત્ત્વની માહિતી સામે આવી રહી છે અને મળી રહેલી માહિતી પ્રમાણે આવતા મહિનાથી મુંબઈ-પુણે વચ્ચે પ્રવાસ કરવાનું વધારે સરળ બનશે, કારણ કે આ બ્રિજ વાહનવ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવશે, જેને કારણે મહારાષ્ટ્રના આ બે મહત્ત્વના શહેરો એકબીજાની વધુ નજીક આવી જશે.

મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંક સમુદ્ર પર ઊભો કરવામાં આવ્યો હોઈ તેની લંબાઈ 22 કિલોમીટર જેટલી છે અને આ બ્રિજ 98 ટકા કામ પૂરું થઈ ગયું છે. અધિકારી દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર 22 કિલોમીટરમાંથી 18 કિલોમીટર જેટલો ભાગ સમુદ્ર પર ઊભો કરવામાં આવ્યો છે. 25મી ડિસેમ્બરના રોજ આ બ્રિજ ખુલ્લો મૂકવામાં આવે એવી પૂરેપૂરી શક્યતા છે. એક વખત આ એમટીએચએલ બ્રિજ વાહનવ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવશે એટલે મુંબઈથી નવી મુંબઈ પહોંચવાનું સરળ બની જશે.

મુંબઈ ટ્રાન્સહાર્બર લિંક શરૂ થઈ ગયા બાદ મુંબઈના શિવડીથી નવી મુંબઈના ચિરલે સુધીનો પ્રવાસ 15થી 20 મિનીટ માટે પૂરો કરી શકાશે. એમટીએચએલ પુલ ખુલ્લો મૂકાયા બાદ મુંબઈથી પુણે પહોંચવાનું પણ સરળ બની જશે અને એની સાથે સાથે આ પ્રવાસ ઝડપી પણ બનશે. લોનાવલા-ખંડાલા અને મુંબઈ સુધીનો આ પ્રવાસ 90 મિનિટમાં પૂરો થશે એવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે.

મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંક રોડ બનાવવા માટે આશરે 18,000 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. દેશનો આ સૌથી લાંબો સી લિંક પુલ મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંક 16.5 કિલોમીટરનો લાંબો ડેક ધરાવતો આ ભારતનો પહેલો બ્રિજ હશે. આ બ્રિજનો સૌથી મોટો વિસ્તાર સમુદ્ર પર ઊભો કરવામાં આવ્યો હોઈ કોઈ પણ દુર્ઘટના સમયે તાત્કાલિક ઈમર્જન્સી સર્વિસ મળી શકે એનું ખાસ ધ્યાન રાખીને પ્લાનિંગ કરવામાં આવ્યું છે, એવા માહિતી પણ અધિકારી દ્વારા વધુમાં આપવામાં આવી હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે? વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે…