ICMRએ જણાવ્યું કે કોવિડની રસી લેવાના કારણે મૃત્યુ….
કોવિડ સમયે સરકારે લોકોના જીવન બચાવવા માટે કોરોના ટેસ્ટ શરી કર્યા અને કોવિડ સેન્ટરો બનાવીને શક્ય તેટલા ઓછા મૃત્યુ થાય તે માટે રસીકરણ અભિયાન પણ શરૂ કર્યું હતું જેમાં લોકોને રસીના 2 અબજથી વધુ ડોઝ આપવામાં આવ્યા હતા. પરંતુ છેલ્લા એકથી દોઢ વર્ષમાં દેશમાં વધી રહેલા હાર્ટ એટેકના કિસ્સાઓ માટે હવે આ રસીને જવાબદાર માનવામાં આવે છે. જો કે હવે ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ કોરોનાની રસી અને હાર્ટ એટેક વિશે જવાબ આપ્યો હતો.
ICMRએ તાજેતરમાં એક અભ્યાસ કર્યો અને જણાવ્યું હતું કે ભારતમાં કોવિડ -19 રસીને કારણે યુવાનોમાં અચાનક હાર્ટ એટેકથી થતા મૃત્યુનું જોખમ વધ્યું નથી પરંતુ જો તપાસ કરવામાં આવે તો જે યુવાનો અત્યાર સુધીમાં મૃત્યુ પામ્યા છે તે તમામના ઘરમાં આ રીતે મૃત્યુ પામવાનો કોઇ ને કોઇ ઇતિહાસ રહેલો છે. તેમજ અત્યારના યુવાનોમાં હાર્ટ એટેકનું મુખ્ય કારણ તેમની જીવનશૈલી છે. ICMR અભ્યાસ પ્રમાણે રસીના કારણે અચાનક મૃત્યુ સાથે કોઈ સંબંધ નથી. જો કોઈએ રસીનો ઓછામાં ઓછો એક ડોઝ લીધો છે તેમને કોરોના વાઇરસને કારણે મૃત્યુનું જોખમ ઓછું થઈ જાય છે.
અત્યારના સમયમાં યુવાનોમાં દારૂનું સેવન વધી ગયું તેમજ વધારે પડતા હેલ્શ કોન્શિયસ હોવાના કારણે કસરત વધારે પડતી કરે છે. જેના કારણે અચાનક મૃત્યુનું જોખમ વધી જાય છે. આ અભ્યાસ ICMR દ્વારા 1 ઓક્ટોબર 2021 થી માર્ચ 31 2023 દરમિયાન કરવામાં આવ્યો હતો. તેમાં દેશભરની કુલ 47 હોસ્પિટલોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ICMRએ જણાવ્યું હતું કે 18 થી 45 વર્ષની વયના લોકો, જે દેખીતી રીતે સ્વસ્થ હતા, તેમને અભ્યાસ માટે સામેલ કરવામાં આવ્યા હતા. અને તમામની તપાસ બાદ જાણવા મળ્યું હતું કે રસીના બે ડોઝ લેનારા લોકોમાં અચાનક મૃત્યુનું જોખમ ઘણું ઓછું હતું.