ટોપ ન્યૂઝશેર બજાર

શેરબજારે બે દિવસની સુસ્તી ખંખેરી; સેન્સેકસ ૬૬,૦૦૦ હાસલ કરવા તત્પર

નિલેશ વાઘેલા
મુંબઈ : પોઝિટિવ ટ્રિગર મળતા શેરબજાર બે દિવસની સુસ્તી ખંખેરીને અગળ વધ્યું હતું. સેન્સેકસ ૬૬,૦૦૦ની ઉપર જ્યારે નિફ્ટી ૧૯,૮૦૦ની આગળ વધ્યો હતો. જોકે હાલ બંને બેન્ચમાર્ક ઉક્ત બંને સપાટી હાસલ કરવા પ્રયત્નશીલ છે અને સંબંધિત સપાટીની ઉપર નીચે ચાલી રહ્યા છે.


ભારતીય શેરબજાર મંગળવારે વધ્યા હતા, જેની આગેવાની બે સત્રની મંદી પછી આગેકૂચ કરનારા નાણાકીય ક્ષેત્રના શેરોએ લીધી છે. આ શેરોની રિકવરીને કારણે સેન્ટિમેન્ટ માં સુધારો આવ્યો છે, આ ઉપરાંત બીજી તરફ યુએસ વ્યાજદર ટોચ પર છે તેવી અપેક્ષાઓ પર વૈશ્વિક સ્ટોક માર્કેટમાં જોવા મળેલી તેજી વચ્ચે ઇન્ફોર્મેશન ટેક્નોલોજી શેરોમાં કરન્ટ આવવાથી પણ બજારને ટેકો મળ્યો હતો.


બીએસએના 13માંથી 12 મુખ્ય સેકટરલ ઇન્ડેક્સ આગળ વધ્યા હતા. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ગ્રાહક ધિરાણ માટેના ધોરણો કડક બનાવ્યા પછી ગબડી ગયેલા હાઈ વેઇટેજ ફાઇનાન્શિયલ સ્ટોક્સમાં 0.5%નો વધારો થયો હતો, જેણે બે-સત્રોની ખોટ સરભર કરી નાખી હતી.


યુ.એસ.માંથી તેમની આવકનો નોંધપાત્ર હિસ્સો મેળવનારી આઇટી કંપનીઓનાં શેરમાં, યુએસ ફેડરલ રિઝર્વ આ ચક્રમાં વ્યાજ દરમાં વધુ વધારો નહિ તેવી આશા પાછળ લેવાલી વધી છે. ઉપલબ્ધ ડેટા અનુસાર 14 નવેમ્બરના રોજ નરમ યુએસ ફુગાવાના આંકડા જાહેર થયા પછીથી, આઇટી ઇન્ડેક્સમાં લગભગ 6.33 ટકાનો વધારો જોવા મળ્યો છે.
એશિયન બજારો પણ તેજી દર્શાવી રહ્યા છે, જે રાતોરાત વોલ સ્ટ્રીટની અનેક મહિનાની ઊંચી સપાટીએ પહોચાડનારી તેજીને ટ્રેક કરે છે. MSCI એશિયા એક્સ-જાપાન ઇન્ડેક્સ 1.12% ઉપર છે.


મોતીલાલ ઓસ્વાલ ફાઇનાન્શિયલ સર્વિસિસના રિટેલ રિસર્ચના વડા સિદ્ધાર્થ ખેમકાએ જણાવ્યું હતું કે, કેન્દ્રીય બેન્કના રેટ આઉટલૂકના સંકેતો માટે તાજેતરની ફેડ મીટિંગની મિનિટ્સ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. ફેડ પોલિસી મિનિટ્સ બજારના કલાકો પછી જાહેર થવાંની છે.


સ્મોલ-કેપ્સ અને મિડ-કેપ્સ પ્રત્યેકમાં લગભગ 0.4%નો વધારો થયો છે અને બંને ઇન્ડેક્સ તાજી રેકોર્ડ ઉંચી સપાટીએ પહોંચ્યા છે. મેટલ્સમાં 1.5% જ્યારે રિયલ્ટી ઇન્ડેક્સ 1% વધ્યો હતો.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત