હજી તો ચૂંટણી પરિણામો આવ્યા નથી અને CM ની ખૂરશી માટે ચાલી રહી છે રેસ…
નવી દિલ્હી: હજી તો વિધાનસભાની ચૂંટણી પૂરી થઇ નથી, ક્યાંક તો હજી મતદાન પણ બાકી છે. ત્યાં મતદાન અને પરિણામો અગાઉ જ ભાજપના નેતાઓએ મુખ્ય પ્રધાનના પદ માટે મેરેથોન ભાગવાની શરુઆક કરી દીધી છે. એમાં પણ રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢ પર કેટલાંક જુના જોગીઓની નજર મુખ્ય પ્રધાનની ખુરશી પર છે, ત્યાં ભાજપ તો નવી ગોળી નવો દાવ રમવા માંગી રહી છે.
વિધાનસભાની ચૂંટણી હજી પૂરી થઇ નથી માત્ર મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાન આ ત્રણ રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓમાં મુખ્ય પ્રધાન કોણ બનશે તેની રેસ શરુ થઇ ગઇ છે.
વસુંધરા રાજે, શિવરાજસિંહ ચૌહાણ અને રમણ સિંહ જેવા મોટા નામોને રાજ્યના રાજકારણમાંથી દૂર કરી કેન્દ્રના રાજકારણમાં લાવવાનો ભાજપનો વિચાર છે. છત્તીસગઢ અને મધ્ય પ્રદેશમાં લડાઇ ભલે કડવી હોય છતાં આ બંને રાજ્યમાં રમણસિંહ અને શિવારજસિંહ ચૌહાણ આ નેતાઓ ભાવી મુખ્ય પ્રધાન બનવાના દાવા કરી રહ્યાં છે. જ્યારે રાજસ્થાનમાં વસુંધરા રાજે પણ ભાવી મુખ્ય પ્રધાન બનવાના દાવા કરી રહ્યાં છે. જોકે ભાજપના આગામી 15 થી 20 વર્ષ રાજકારણ કરી શકે એવા નેતૃત્વનો વિચાર કરી રહ્યું છે.
રાજસ્થાનમાં ભાજપ બે કેન્દ્રિય પ્રધાન ગજેન્દ્ર સિંહ શેખાવત અને અર્જુનરામ મેઘવાલ, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા અને જયપુરના રાજ ઘરાણાના રાજકુમારી દિયા સિંહમાંથી કોઇને પણ ભાવી મુખ્ય પ્રધાન તરીકે ચૂંટી શકે છે.
મધ્ય પ્રદેશમાં કેન્દ્રિય પ્રધાન પ્રલ્હાદ સિંહ પટેલ, નરેન્દ્ર સિંહ તોમર, કૈલાશ વિજયવર્ગીયની જગ્યાએ નવા નેતાના નામની ચર્ચા ચાલી રહી છે. છત્તીસગઢમાં ભાજપને રમણ સિંહની જગ્યાએ નવા નેતાને જવાબદારી સોંપવામાં રસ છે. જેમાં અરુણ સાવ, વિજય બઘેલ જેવા નેતાઓના નામનો સમાવેશ છે.