આમચી મુંબઈ

મુંબઇની ST માં મોટું પરિવર્તન: કાફલામાં જોડાશે નવી 2,200 બસ

મુંબઇ: એસટીની જૂની લગભઘ એક થી દોઢ હજાર બસ હવે સેવામાં બાદ થવાની છે. મહામંડળ દ્વારા લેવામાં આવેલ આ નિર્ણય બાદ આટલી બધી બસ બાદ થવાને કારણે એસટીને મોટો ફટકો પડશે અને મિસાફરોને હેરાનગતી થશે તેવી અટકળો થઇ રહી હતી. દરમીયાન હવે એસટી મહામંડળ દ્વારા નવી 2200 બસ ખરીદવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

એસટી મહામંડળના કાફલાની એક થી દોઢ હજાર બસની સેવામાંથી બાદબાકી થનાર છે. ત્યારે માર્ચ 2024 સુધી એસટીના કાફલામાં 2200 નવી પરિવર્તન બસ જોડાશે. આ બસની ખરીદી માટે એસટી મહામંડળ દ્વારા ટેન્ડર પ્રોસેસ હાથ ધરવામાં આવ્યો છે. આ માટે વર્ષ 2023-24ના બજેટમાં રાજ્ય સરકાર દ્વારા 900 કરોડ રુપિયાનું ફંડ આપવામાં આવનાર છે.


અત્યાર સુધી એસટી મહામંડળ દ્વારા બસનું સ્કેલેટન ખરીધી વર્કશોપમાં બસ બનાવવામાં આવતી અથવાતો કસ્ટમાઇઝ કરવામાં આવતી. જોકે હવે એસટી દ્વારા ડાયરેક્ટ બસ ખરીદવામાં આવશે. ઉલ્લેખની છે કે પાછલાં એક વર્ષમાં મહામંડળના કાફલામાં પોતાની માલિકીની 700, ખાનગી 300 અને 100 ઇલેક્ટ્રીક બસ દાખલ કરવામાં આવી હતી. એસટીની 5200 એસી ઇલેક્ટ્રીક બસનો કોન્ટ્રાક્ટ પણ આફવામાં આવ્યો છે. પ્રોટોટાઇપ ઇલેક્ટ્રીક બસની તપાસ પ્રક્રિયા પૂરી થયા બાદ આ બસ તબક્કાવાર જાન્યુઆરી 2024ના અંત સુધી એસટીના કાફલામાં જોડાશે. આ બસ નવ મીટરની હશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button