નેશનલ

સુપ્રીમ કોર્ટે વારસાગત માટેની અરજી કેમ ફગાવી…

નવી દિલ્હી: 20 નવેમ્બરના રોજ સુપ્રીમ કોર્ટે મુસ્લિમ પર્સનલ લો એટલે કે શરિયત અધિનિયમ 1937 અનુસાર ઉત્તરાધિકારનો મુદ્દો ઉઠાવતી અરજી પર ચુકાદો આપવાનો ઇનકાર કરી દીધો હતો. કોર્ટે કહ્યું હતું કે આ વિષય વિધાનસભાના દાયરામાં આવે છે તેમજ વ્યક્તિગત કાયદા અલગ-અલગ ધર્મો માટે અલગ-અલગ છે.

સુપ્રીમ કોર્ટમાં એવી અરજી કરવામાં આવી હતી કે મુસ્લિમ પર્સનલ લો એક્ટ, 1937 એ જોગવાઈ પ્રમાણે ભારતમાં મુસ્લિમોને વારસા, લગ્ન, છૂટાછેડા, ભરણપોષણ વગેરે બાબતો શરિયતના કાયદા પ્રમાણે અમલમાં મુકાવી જોઇએ.
જસ્ટિસ સંજય કિશન કૌલ અને જસ્ટિસ સુધાંશુ ધુલિયાની બેન્ચે જણાવ્યું હતું કે વિધાનમંડળ ઉત્તરાધિકાર પર સામાન્ય કાયદો બનાવી શકે છે. પરંતુ કોર્ટ કેવી રીતે કહી શકે કે જે વસ્તુ હિન્દુ કાયદા હેઠળ વારસામાં મળે છે તે મુસ્લિમ કાયદા હેઠળ પણ વારસામાં મળવી જોઈએ? બેન્ચે કહ્યું હતું કે તમારી અરજી અમારા અધિકાર ક્ષેત્રમાં આવતી નથી આથી તમારી અરજીને નકારવામાં આવે છે.


અરજદાર વતી કોર્ટમાં હાજર રહેલા એડવોકેટે જણાવ્યું હતું કે શરિયત કાયદા મુજબ અરજદાર મુસ્લિમ મહિલા તેના સ્વર્ગસ્થ પતિની સંપત્તિના માત્ર 12.5 ટકા મેળવવા માટે જ હકદાર છે. જે ખરેખર ખોટી બાબત છે. તમામ નાગરિકોને તેમના ધર્મને ધ્યાનમાં લીધા વિના વારસાના સમાન અધિકારો હોવા જોઈએ.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત