નેશનલ

નરેન્દ્ર મોદી CM, PM બન્યા તો પણ પોતાને ગરીબ કહે છે: ચૂંટણી પ્રચાર રેલીમાં મલ્લિકાર્જુન ખડગેનો વાર

જયપુર: કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ નરેન્દ્ર મોદી પર ચૂંટણી પહેલાં લોકોની સહાનુભુતિ મેળવવા માટે જૂઠાણૂં ફેલાવવાનો આક્ષેપ કર્યો છે. તેમણે કહ્યું કે, છેલ્લાં 23-24 વર્ષો સુધી ગુજરાતના મુખ્ય પ્રધાન અને હવે વડા પ્રધાન તરીકે કાર્ય કર્યા બાદ પણ તેઓ પોતાને ગરીબ ગણાવે છે.

રાજસ્થાનના અનૂપગઢ અને હનુમાનગઢમાં ચૂંટણી સભાને સંબોધિત કરતાં મલ્લિકાર્જુન ખડગેએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર આક્ષેપ કરતાં મોદી બંદરોથી માંડીને એરપોર્ટ સુધી બધુ જ પોતાના કંટ્રોલમાં રાખે છે એમ કહ્યું હતું. તેઓ લોકોને ગુલામ બનાવવાની દિશામાં કામ કરી રહ્યાં છે. તેમણે કહ્યું કે, મેં જ્યારે મોદીને જુઠ્ઠો કહ્યો ત્યારે તેમને દુ:ખ થયુ હતું. શું તેમણે છેલ્લાં દસ વર્ષમાં પોતાનો એક પણ વાયદો પૂરો કર્યો છે? તેઓ પોતાની આગામી યાત્રામાં પાછલા વાયદા ભૂલી જાય છે.


રવિવારે ચૂરુ જિલ્લામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલા આક્ષેપો વિશે વાત કરતાં કહ્યું કે, મોદીએ કહ્યં કે, કોંગ્રેસ પ્રમુખે તેમના પિતાને ગાળ આપી હતી. પણ મેં એમના પિતાનું નામ પણ લીધુ નહતું. ખડગેએ કહ્યું કે, હું એમના (મોદીના) પિતાને ગાળ કેમ આપીશ? જે ઘરડા છે. જેમને રાજકારણ સાથે કોઇ લેવાદેવા નથી. તેમની આવી ટિપ્પણી સાબિત કરે છે કે તેઓ વાતનું વતેસર કરે છે.


કોંગ્રેસ અધ્યક્ષએ ખડગેએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર આક્ષેપ કરતાં કહ્યું કે, પોતાના પિતાને આ વાતમાં લઇ આવવા અને પાછલાં 23-24 વર્ષથી ગુજરાતના મુખ્ય પ્રધાન અને વડા પ્રધાન તરીકેનું પદ સંભાળ્યા બાદ પણ પોતાને ગરીબ કહેવું એ ચૂંટણી દરમીયાન લોકોની સહાનુભુતિ મેળવવાનો એમનો એક પ્રયાસ છે. હનુમાનગઢમાં ખડગેએ વડા પ્રધાન મોદી પર કેટલાંક અરબોપતિઓ માટે કામ કરવાનો આક્ષેપ પણ કર્યો હતો. તેમણે કહ્યું કે, મોદી બંદરોથી માંડીને એરપોર્ટ સુધી બધુ જ પોતાના નિયંત્રણમાં રાખે છે. એમણે દરેક વસ્તુંનું પ્રાઇવેટાઇઝેશન કર્યું છે. અને લોકોને ગુલામ બનાવવાની દિશામાં કામ કરી રહ્યાં છે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત