શું આજે તમે મુંબઇથી પુણે જવાનો પ્લાન કરી રહ્યાં છો? તો આ જરુરથી વાંચી લેજો
મુંબઇ: જો તમે આજે મુંબઇ-પુણે એક્સપ્રેસ વેથી મુસાફરી કરવાના હશો તો આ જરુરથી વાંચી લેજો. આજે બપોરે 12 થી 2 વાગ્યા સુધી મુબંઇ-પુણે એક્સપ્રેસ વે પર એક બ્લોક રાખવામાં આવ્યો છે. તેથી આ સમય દરમીયાન મુંબઇથી પુણે તરફ જનાર વાહર વાહનવ્યવહાર સંપૂર્ણ રીતે બંધ રહેશે. આ અંગે એમએસઆરડીસી (MSRDC) એ જાણકારી આપી છે. મુંબઇ-પુણે એક્સપ્રેસ વે પર પુણેની દિશામાં જતા રસ્તા પર હાઇવે ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ અંતર્ગત ગેટ્રીનું કામ MSRDC દ્વારા હાથ ધરવામાં આવનાર છે. તેથી આ બ્લોક રાખવામાં આવ્યો છે. જ્યારે બપોરે 2 વાગ્યા બાદ પુણે તરફ જનાર ટ્રાફિક યથાવત થશે તેવી જાણકારી MSRDC દ્વારા આપવામાં આવી છે.
મુંબઇ-પુણે એક્સપ્રેસ વે પર આજે મંગળવારે એટલે કે 21 નવેમ્બર 2023ના રોજ બે કલાક માટે ટ્રાફિક બંધ રાખવામાં આવ્યો છે. આ અંગે MSRDC દ્વારા જાણકારી આપાવમાં આવી છે. મુંબઇ-પુણે એક્સપ્રેસ વે પર પુણેની દિશામાં જનાર રસ્તા પર 35\500 કિમી અંતર પર હાઇવે ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ અંતર્ગત ગેટ્રી બનાવવાનું કામ MSRDC એ દ્વારા હાથ ધરવામાં આવ્યું છે.
આજે બપોરે મુંબઇ-પુણે એક્સપ્રેસ વે પર 12 થી 2 વાગ્યાના સમયગાળા દરમીયાન વાહન વ્યવહરા બંધ રાખવામાં આવ્યો છે. બ્લોક દરમીયાન મુંબઇથી પુણેની દિશામાંજનાર વાહન વ્યવહાર સંપૂર્ણ પણે બંધ રહેશે. ઉપરાંત મુંબઇથી પુણે તરફ જઇ રહેલ હલકા વાહનોની ટ્રાફિક વ્યવસ્થા શેડુંગ ફાટાથી વળાવવામાં આવશે.
જેથી રાષ્ટ્રીય મહામાર્ગ ક્રમાંક 48 જુના મુંબઇ-પુણે હાઇવે પર શિંગ્રોબા ઘાટથી એક્સપ્રેસ વેના મેજિક પોઇન્ટ પર ફરી મુંબઇ-પુણે એક્સપ્રેસ વે પર વાહન વ્યવહાર યથાવત થશે. ગેટ્રી બેસાડવાનું કામ પૂરું થયા બાદ એટલે કે બપોરે 2 વાગ્યા બાદ મુંબઇથી પુણે તરફ જનાર વાહનવ્યવહાર યથાવત રહેશે.