આમચી મુંબઈ

એનસીપી પક્ષ ચિહ્ન કોનાં?

અજિત પવાર જૂથ પર છેતરપિંડીનો ગુનો દાખલ કરો
શરદ પવારના વકીલ અભિષેક મનુ સિંઘવીએ સોમવારે ચૂંટણી પંચને અજિત પવાર જૂથ પર છેતરપિંડીનો ગુનો દાખલ કરવો જોઇએ અને તેનો તેમને અધિકાર છે, એવું જણાવ્યું હતું. અજિત પવારની અરજીને ફગાવી દેવી, એવી પણ તેમણે દલીલ કરી હતી.

અજિત પવારના સોગંદનામામાં ક્ષતિઓ દર્શાવવામાં આવી: ૨૪મી નવેમ્બર સુધી સુનાવણી મોકૂફ

મુંબઈ: એનસીપી પક્ષ અને ઘડિયાળ ચિહ્ન કોને મળશે એ અંગે ચૂંટણી પંચમાં સોમવારે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. શરદ પવાર જૂથ અને અજિત પવાર જૂથ વચ્ચે પક્ષ અને ચિહ્ન માટે લડત ચાલી રહી છે. શરદ પવાર વતી દલીલ કરનારા વકીલ અભિષેક મનુ સિંઘવીએ જણાવ્યું હતું કે જેમણે સોગંદનામાં આપ્યાં છે તેમણે શરદ પવારના વિરોધમાં આપ્યાં નથી. શરદ પવારના વિરોધમાં કંઇ પણ કહેવામાં આવ્યું નથી. અજિત પવારને નેતા માનીએ છીએ, એવું તેમનું કહેવું છે પણ અજિત પવાર જૂથને ટેકો ન હોવાનું અભિષેક મનુ સિંઘવીએ જણાવ્યું હતું.
અજિત પવાર જૂથે દાખલ કરેલા સોગંદનામા પૈકી ૯ હજાર સોગંદનામાં બોગસ છે. મૃત વ્યક્તિ, ઝોમેટો ડિલીવરી બોય, એલઆઈસી એજન્ટ, જિલ્લામાં ન રહેતા હોય એવી વ્યક્તિનાં સોગંદનામાં આપ્યાં છે, જે તદ્દન ગેરકાયદે હોવાનું સિંઘવીએ જણાવ્યું હતું. એક પણ સોગંદનામામાં અજિત પવારને નેતા માનીએ છીએ અને શરદ પવારને નેતા નથી માનતા એવું જણાવાયું છે. અજિત પવાર જૂથની અરજી ભૂલભરેલી હોવાથી તેને ફગાવી દેવી, એવી દલીલ સિંઘવીએ કરી હતી. હવે પછીની સુનાવણી ૨૪મી નવેમ્બરે મોકૂફ રાખવામાં આવી હોવાનું સિંઘવીએ જણાવ્યું હતું.
સિંઘવીએ પત્રકારોને પ્રતાપ ચૌધરીની ઓળખ આપી હતી. અજિત પવાર જૂથે ૨૬મી ઓક્ટોબરની સુનાવણીમાં પ્રતાપ ચૌધરી તેમને સમર્થન કરી રહ્યા હોવાનું કહેવાયું છે. તેમને આ માહિતી મળ્યા બાદ તેઓ ચૂંટણી પંચમાં આવ્યા હતા અને શરદ પવારને ટેકો હોવાનું તેમણે જણાવ્યું હતું. પ્રતાપ ચૌધરી એ એનસીપીના સંસ્થાપક સભ્ય છે, એવું સિંઘવીએ જણાવ્યું હતું.
ચૂંટણી પંચમાં સોમવારે થયેલી સુનાવણી સમયે શરદ પવાર, સુપ્રિયા સુળે, જિતેન્દ્ર આવ્હાડ સહિત અનેક સમર્થકો હાજર હતા. જ્યારે અજિત પવાર જૂથ તરફથી સુનીલ તટકરે, રૂપાલી ચાકણકર, આનંદ પરાંજપે અને પાર્થ પવાર હાજર હતા. સુનાવણી બાદ અભિષેક મનુ સિંઘવીએ માધ્યમથી વાતચીત થઇ હતી. અભિષેક સિંઘવી શરદ પવાર જૂથના વકીલ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button