IPL 2024

ઓસ્ટ્રેલિયા સામેની મેચ પહેલાં વિરાટ કોહલીએ 35 મિનિટ સુધી ફોન પર કોની સાથે વાત કરી? માહીએ કર્યો ખુલાસો…

હેડિંગ વાંચીને ગુંચવાઈ ગયા ને? કે ભાઈ વિરાટે અડધો કલાક સુધી વાત કરી અને ટીમ ઈન્ડિયાના કેપ્ટન કૂલ તરીકે ઓળખાતા મહેન્દ્રસિંહ ધોનીએ આ વાતનો ખુલાસો કર્યો…આ આખો મામલો શું છે? ચાલો જોઈએ આખો મામલો શું છે…
ભાઈ તમારી જાણ માટે કે વિરાટ કોહલીએ એમ એસ ધોની સાથે જ મેચ પહેલા આશરે 35 મિનિટ સુધી ફોન પર વાત કરી હતી અને પછી તે ડ્રેસિંગ રૂમમાં જતો રહ્યો હતો.

ગઈકાલે ટીમ ઈન્ડિયાના થયેલા ઓસ્ટ્રેલિયા સામેના પરાજયથી હારથી કરોડો ભારતીય ક્રિકેટ ફેન્સના દિલ તૂટી ગયા છે. અરે ખુદ ભારતીય ટીમનો ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની પણ ટીમ ઇન્ડિયાની હારથી નિરાશ થઇ ગયો હતો.

મળી રહેલી માહિતી પ્રમાણે ઓસ્ટ્રેલિયા સામે રમાનારી ફાઈનલ મેચ પહેલા એમ એસ ધોનીએ વિરાટ કોહલી સાથે લગભગ 35 મિનિટ સુધી વાતચીત કરી હતી. ત્યાર બાદમાં તે રૂમમાં મેચ જોવા માટે જતો રહ્યો હતો.

જોકે, પહેલાં બેટિંગ માટે ઉતરેલી ભારતીય ટીમની સતત વિકેટ પડતા ધોની રૂમમાંથી થોડા સમય માટે બહાર આવ્યો હતો. પરંતુ માહી થોડા સમય બાદ પછી પાછો રૂમમાં મેચ જોવા જતો રહ્યો હતો. ભારતીય ટીમના ટોપ-3 બેટ્સમેન આઉટ થઇ ગયા ત્યારે કેપ્ટન કુલ તરીકેની છાપ ધરાવતાં ધોનીના ચહેરા પર પણ ચિંતાના વાદળો છવાઈ ગયા હતા. આ આખી મેચ દરમિયાન પત્ની સાક્ષી સહિત પરિવારના અન્ય સભ્યો પણ ધોનીને સમજાવતા જોવા મળ્યા હતા. જોકે ત્યારબાદ ફરી માહી રૂમમાં ફાઈનલ મેચ જોવા જતો રહ્યો હતો.

આ બાબતે એમ એસ ધોનીના ઘરના સિક્યોરિટી ગાર્ડ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર મહેન્દ્ર સિંહ ધોની મેચ દરમિયાન ઘણીવાર એકલા રહેવાનું પસંદ કરે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button