IPL 2024સ્પોર્ટસ

… 2027ના વર્લ્ડકપમાં નહીં રમતાં જોવા મળે આ ભારતીય ખેલાડીઓ? જોઈ લો કોણ કોણ છે આ યાદીમાં

નવી દિલ્હીઃ ICC Cricket World Cup 2023માં તો ટીમ ઈન્ડિયાને ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડ્યો પણ ફેન્સ અત્યારથી ICC Cricket World Cup 2027 પર આશા લગાવીને બેસી ગયા છે. ગઈકાલે ઓસ્ટ્રેલિયાએ ભારતને 6 વિકેટથી હરાવીને વર્લ્ડકપ 2023 પોતાના નામે કરી લીધો હતો અને એની સાથે જ ત્રીજી વખત વર્લ્ડ ચેમ્પિયન બનવાનું ટીમ ઈન્ડિયાનું સપનું તૂટી ગયું છે.

ICC Cricket World Cup 2027ની વાત કરીએ તો ટીમ ઈન્ડિયાને કેટલાક ખેલાડીઓ આગામી વર્લ્ડકપમાં રમતાં નહીં જોવા મળે. આ ખેલાડીઓમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી, મોહમ્મદ શમી અને આર અશ્વિન, સૂર્ય કુમાર યાદવનો સમાવેશ થાય છે. આર અશ્વિન તો પહેલાંથી જ સંન્યાસની જાહેરાત કરી ચૂક્યો છે અને મોહમ્મદ શમી પણ આ જ દિશામાં આગળ વધી રહ્યો છે. આ બંને સિવાય રોહિત શર્મા, વિરાટ કોહલીની ઉંમર 40ની નજીક પહોંચી જશે, જેથી તેમની ફિટનેસ કદાચ જ તેઓ વર્લ્ડકપ રમતાં જોવા મળશે, એવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે

રોહિત શર્માની વાત કરીએ તો રોહિત શર્મા 36 વર્ષનો થઈ ચૂક્યો છે અને મોહમ્મદ શમી પણ 33 વર્ષનો થઈ ગયો છે. 2027માં અનુક્રમે રોહિત અને શમીની ઉંમર અનુક્રમે 40 વર્ષ અને 37 વર્ષ થઈ જશે. પરિણામે બોલર તરીકે કદાચ જ શમીને તેની ફિટનેસ રમવા માટે સાથ આપે. ટીમ ઈન્ડિયાના ધાકડ બેટ્સમેન વિરાટ કોહલીની વાત કરીએ તો હાલમાં પાંચમી નવેમ્બરના જ કોહલીએ પોતાનો 35મો જન્મદિવસ ઉજવ્યો હતો અને 2027માં તેની ઉંમર પણ 39 વર્ષની હશે એટલે બેટ્સમેન તરીકે કદાચ જ તે રમવા માટે ફિટ ગણાશે.

ટૂંકમાં 2027ની વર્લ્ડકપની મેચમાં ક્રિકેટપ્રેમીઓને રોહિત શર્મા, વિરાટ કોહલી, મોહમ્મદ શામી, આર. અશ્વિન અને સુર્યકુમાર યાદવના સ્થાને નવા ચહેરા જોવા મળી શકે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button