આમચી મુંબઈ

ટ્રેનોમાં ઓવરક્રાઉડિંગઃ મધ્ય રેલવેએ 350 સંસ્થાને કરી સૌથી મોટી ભલામણ

મુંબઈ: મુંબઈ સબર્બનની ‘લાઇફલાઇન’ લોકલ ટ્રેનોમાં સતત ભીડ અને રેલવે સંબંધિત વિવિધ પ્રકારના અકસ્માતોની સમસ્યા વધી છે ત્યારે વધતા ઓવરક્રાઉડિંગની સમસ્યાના ઉકેલ માટે વિવિધ સંસ્થાઓને તેમના ઓફિસના સમયમાં ફેરફાર કરવાનો અનુરોધ કરવામાં આવ્યો છે. આ સંબંધમાં લોકલ ટ્રેનોમાં વધતી જતી ભીડને ઓછી કરવા રેલવે પ્રશાસન દ્વારા જરૂરી પ્રયત્નો કરે છે પણ હજી સુધી તેમાં સફળતા મળી નથી.

મુંબઈના ઉપનગરીય રેલ નેટવર્કમાં ભીડને લીધે થનારા અકસ્માતના મુદ્દાને ઉકેલવા મધ્ય રેલવેના મુંબઈ વિભાગના ડિવિઝનલ રેલવે મેનેજર દ્વારા મુંબઈમાં 350થી વધુ સ્કૂલ-કોલેજ અને સરકારી કચેરીઓના વડાઓને તેમની શિફટ ચેન્જ કરવાના પત્ર લખ્યા છે. લેખિત પત્રોમાં લોકલ ટ્રેનના ઓફિસ સમયમાં થનારી ભીડને ઓછી કરવા અને ભીડને લીધે થતી દુર્ઘટનાઓને ઘટાડવા શહેરમાં ઓફિસ સમયને બદલવાની અરજી કરવામાં આવી છે.


મધ્ય રેલવેમાં રોજ 40 લાખથી વધુ પ્રવાસી લોકલ ટ્રેનમાં મુસાફરી કરી છે. મધ્ય રેલવેમાં કુલ મળીને 80 સ્ટેશન આવેલા છે, તેમાંય વળી સમગ્ર કોરિડોર (હાર્બર લાઈન, મેઈન લાઈન સહિત ટ્રાન્સ હાર્બર લાઈન મળી)માં 1810 ટ્રેન દોડાવવામાં આવે છે.


મુંબઈ લોકલ ટ્રેનોમાં પીક અવર્સ દરમિયાન પ્રવાસીઓની સંખ્યા અંદાજે 70 વધી છે. મુંબઈ ડિવિઝન દ્વારા લેખિતમાં તેમની ઓફિસ સમય (અલગ અલગ શિફ્ટ)માં ફેરફાર કરવાની સાથે તેમની સુરક્ષામાં વધારો કરવાનો અનુરોધ કર્યો છે.


ઓફિસ સમયમાં ફેરફાર કરવાથી પ્રવાસીઓની ભીડમાં ઘટાડો થશે અને અકસ્માતોને ઘટવામાં પણ મદદ મળશે. આ સમસ્યાને ઉકેલવા શહેરની સંસ્થાઓ, શાળાઓ, કોલેજો, હોસ્પિટલ અને કોર્પોરેટને ઓફિસોએ મુંબઈ રેલવે ડિવિઝનના ‘ઝીરો ડેથ’ મિશનમાં પોતાનું યોગદાન આપવા માટે આગ્રહ કરવામાં આવ્યો છે.


જો આ અરજીનું પાલન કરવામાં આવે તો તે માત્ર ટ્રેનોમાં થતી ભીડ અને અકસ્માતો જ નહીં પણ મુંબઈના રેલવેના નેટવર્કને વધુ કાર્યક્ષમ બનાવવામાં પણ મદદ કરશે, એવું એક અધિકારી જણાવ્યુ હતું.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત