ગૌતમ સિંઘાનિયાની પત્નીને છૂટાછેડાના આટલા કરોડ રૂપિયા જોઇએ છે બોલો…
મુંબઈ: દિવાળીના બીજા દિવસે ઉદ્યોગપતિ અને રેમન્ડ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને એમડી ગૌતમ સિંઘાનિયાના છૂટાછેડા વિશે તેમણે જાતે જ જાહેર કર્યું હતું. લગ્નના 32 વર્ષ બાદ તે પોતાની પત્ની નવાઝ મોદી સિંઘાનિયાને છૂટાછેડા આપવા જઈ રહ્યો છે. હવે તેમની પત્નીએ છૂટાછેડા માટે કેટલીક શરતો મૂકી છે જેમાં તેણે ગૌતમ સિંઘાનિયા પાસેથી તેમની 75% સંપત્તિની માંગણી કરી છે.
ગૌતમ સિંઘાનિયાની અત્યારની કુલ સંપત્તિ 1.4 બિલિયન ડૉલર એટલે કે લગભગ 11,660 કરોડ રૂપિયા છે. ત્યારે નવાઝ મોદીએ છૂટાછેડાના બદલામાં સિંઘાનિયા પરિવાર પાસેથી 8,745 કરોડ રૂપિયાની માંગણી કરી છે. આ ઉપરાંત નવાઝે જણાવ્યું હતું કે આ રકમ પોતાના અને તેમની બે પુત્રીઓ નિહારિકા અને નીસા માટે માંગી છે.
ત્યારે કોઇપણને પ્રશ્ર્ન થાય કે ગૌતમ સિંઘાનિયા આ માંગણી સાથે સહમત થઈ શકે છે કે કેમ? જો કે મિલકતનો આ હિસાબ સીધો કરવામાં નહી આવે પરંતુ ફેમિલી ટ્રસ્ટ બનાવવામાં આવશે. અને આ ટ્રસ્ટ પાસે પરિવારની તમામ મિલકતો અને મિલકતોના માલિકી હક્કો હશે. તેમજ ટ્રસ્ટ દ્વારા જ કેટલી રકમ નવાઝ મોદીને આપવી તે નક્કી કરવામાં આવશે. જો કે નવાઝ મોદી આ વ્યવસ્થા માટે સંમત થાય તેવી શક્યતાઓ નહિવત છે.
રેમન્ડ ગ્રૂપમાં ઘણા ટ્રસ્ટો પહેલેથી જ છે. જેમાં જે.કે. ટ્રસ્ટ્સ અને શ્રીમતી સુનિતિદેવી સિંઘાનિયા હોસ્પિટલ ટ્રસ્ટ, જે રેમન્ડ લિમિટેડમાં 1.04 ટકા હિસ્સો ધરાવે છે. ગૌતમ સિંઘાનિયા આ ટ્રસ્ટના ચેરમેન અને મેનેજિંગ ટ્રસ્ટી છે. તેમજ નવાઝ મોદી પણ ટ્રસ્ટી છે.
જો કે ટ્રસ્ટ બનાવવા માટે કેટલાક નિયમો અનુસરવા ખૂબદ જરૂરી છે. જેમાં ટ્રસ્ટ ચલાવવા માટે 3 મુખ્ય પક્ષો છે. તેમાં ટ્રસ્ટ સેટલર, ટ્રસ્ટી જે વહીવટી વડા છે અને લાભાર્થીનો સમાવેશ થાય છે. આ ત્રણેય અલગ અલગ હોય છે તેમાં ખાસ બાબત એ છે કે એક જ વ્યક્તિ ત્રણેય હોદ્દા પર રહી શકે નહીં.