વિધાનસભાના વિરોધ પક્ષના નેતાએ શા માટે કર્યું આવું વિવાદાસ્પદ નિવેદન?
પરભણી: વિધાનસભાના વિરોધી પક્ષના નેતા વિજય વડેટ્ટીવારે ડો. બાબાસાહેબ આંબેડકર અને મુસ્લિમ ધર્મ અંગે વિવાદાસ્પદ ટિપ્પણી કરી છે. જો ડો. બાબાસાહેબ આંબેડકરે મુસ્લિમ ધર્મ સ્વિકાર્યો હોત તો આજે દેશના બે ટૂકડાં થયા હોત. એમ વિજય વડેટ્ટીવારે કહ્યું. તેમણે આ વિધાન પરભણીમાં આયોજીત એક કાર્યક્રમમાં કર્યુ હતું. પરભણીમાં થાયલેન્ડના છ ફૂટ ઊંચી પચાસ બુદ્ધરુપ મૂર્તિના વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં વિજય વડેટ્ટીવારે હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં બોલતી વખતે વિજય વડેટ્ટીવારે આ વાંધાજનક ટિપ્પણી કરી હતી.
પરભણીમાં આયોજીત ગૌતમ બુદ્ધની મૂર્તી વિતરણના કાર્યક્રમાં વિજય વડેટ્ટીવાર ઉપસ્થિત રહ્યાં હતાં. આ કાર્યક્રમમાં બોલતી વખતે તેમણે વર્તમાન પરિસ્થિતી પરથી બાબાસાહેબ આંબેડકરના ધર્માન્તરણની વાત કરી હતી. જો બાબાસાહેબ આંબેડકરે મુસ્લિમ ધર્મ સ્વિકાર્યો હોત તો આજે દેશના ટૂકડાં કરવા પડ્યાં હોત. આવું વિવાદાસ્પદ નિવેદન તેમણે કહ્યું હતું. વાત આટલાં સુધી જ અટકી નહતી પણ તેમણે મંદિરની દાન પેટી પરથી પુજારીઓ પર ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું કે જો મંદિરની દાનપેટી કાઢી નાંખવામાં આવે તો પુજારી ભાગી જશે, મંદિરની સારસંભાળ પણ નહીં કરે એમ વડેટ્ટીવારે કહ્યું હતું.
ત્યારે હવે વિજય વડેટ્ટીવારના આ વિધાનને કારણે નવો વિવાદ ઊભો થાય તેવી શક્યતાઓ છે. તેમના આ વક્તવ્ય પર નારાજગી વ્યક્ત કરવામાં આવી રહી છે. મરાઠા ઓબીસી અનામતનો પ્રશ્ન હાલમાં હિંસક બન્યો છે. ઓબીસી સમાજના અનામત માટે વડેટ્ટીવાર મેદાનમાં ઉતર્યા છે. એમાં એમના આ વક્તવ્યની હવે બહૂ ટીકા થઇ રહી છે.