ઉત્સવ

વાલિયામાંથી વાલ્મીકિ બનવાની ક્ષમતાનું નામ સત્સંગ

આચમન

કબીર સી. લાલાણી

સત્સંગ એટલે જીવન જીવવા માટેના નીતિ-નિયમો, સત્ય, ઇશ્ર્વરની ઇચ્છાઓ તથા લક્ષ્મણ રેખાઓ જાણતા હોવાનો દાવો કરનારાઓ સાથેનો સંગ.

  • સત્સંગથી ‘અંતરાત્માનો અવાજ’
  • સાંભળવાની,
  • સમજવાની અને
  • એ પ્રમાણે વર્તવાની દૃઢતા કેળવાય.
  • ઇશ્ર્વરના નિયમો અને કુદરતના કાનૂનો સમજાય.
  • સત્સંગથી સદ્બુદ્ધિ, વિવેકબુદ્ધિ અને પ્રેમબુદ્ધિ વધે.
  • સત્સંગના પવિત્ર તાપથી મન-હૃદય, બુદ્ધિનો કચરો બાળવામાં મદદ થાય.
  • સત્સંગથી પ્રસન્નતા અને સંતોષ મળે, પ્રશ્ર્નોના ઉકેલ અંતરમનમાં જ પ્રગટે, આપણી ભૂલો, દોષો પણ દેખાય.
    વ્હાલા વાચક બિરાદરો!
  • સત્સંગ ગુરુઓ, અંતરાત્મા, ઇશ્ર્વર અને ગ્રંથ સાથે પણ થઇ શકે.
  • સત્ય તથા ઇશ્ર્વરીય નિયમો જાણનાર તેમ જ ધીરજ, મીઠાશ, અને રૂપકો સાથે સમજાવી શકનારનાં એકાદ-બે વાકયો પણ જીવન બદલી શકે, વાલિયામાંથી વાલ્મીકિ પણ બનાવી શકે.
  • ઉદારતા,
  • પ્રેમ,
  • નમ્રતા,
  • દયા,
  • કરુણા,
  • સંવેદનશીલતા વધે
  • પોતા માટે પોતાના સમાજ તથા જગત માટે પોતે વધુ ઉપયોગી સેવા આપી શકે તે માટેની લાયકાત (કેલીબર, સ્કીલ) વધારવા પર ધ્યાન જાય છે, માંગણવૃત્તિ ઘટે.
  • સત્સંગથી નિર્ણયો લેવામાં, ચુકાદો આપવા માટે બુદ્ધિ અને હૃદયનું ત્રાજવું તથા દૃષ્ટિ વધુ ચોક્કસ થતાં જાય.
  • સત્સંગથી ધ્યેય મિશન સ્પષ્ટ થાય તથા દિશા અને દૃષ્ટિ મળે.
    બોધ :
    સત્સંગ એટલે ઊર્ધ્વગતિ તરફ લઇ જાય, પ્રેરે તેવાઓ સાથેનો સંગ.
  • સત્સંગ માટે ‘સાંભળવાની કળા’ લાયકાત કેળવવી જરૂરી.
    ટૂંકમાં સત્સંગ પોતાને બદલવાની ક્રિયા છે.
  • સત્સંગ કરવાથી રિકતતા, ગ્લાનિ, લોભ, કંજૂસાઇ, આળસ, રાગદ્વેષ, મોહ ઘટે છે અને ઘટે તો જ પાસ લાગ્યો કહેવાય, કચરો બળ્યો કહેવાય.
  • સત્સંગ મેગ્નિફાઇંગ કાચ, દૂરબીન, માઇક્રોસ્કોપ અને એક્સ-રે તથા દર્પણનું કામ કરે છે. સૂક્ષ્મ ભૂલો, અવગુણોનો કચરો પણ બતાવે તથા ફિલ્ટરનું કાર્ય પણ કરે.
  • રોજ એકાદ કલાકનો સત્સંગ વાંચન, પ્રવચન, ચિંતન, મનન દ્વારા મેળવી શકીએ તો ઉત્તમ. પછી ભલે તે રેડિયો, ટી. વી., કેસેટ, મોબાઇલ કે કોઇ પણ માધ્યમ દ્વારા હોઇ શકે.
    સચ્ચાઇ:
    આર્થિક, રાજકીય, કાયદાકીય, શારીરિક વગેરે માટે લૌકિક પ્રશ્ર્નો માટેની મિટિંગોને સત્સંગ ન કહેવાય, પણ એ બધા પ્રશ્ર્નોમાં રહેલી ઇશ્ર્વરની સલાહો, ઇચ્છાઓ, લક્ષ્મણરેખાઓ બાબતની જાણકારી અને જાગૃતતા સાથે વિવેકયુક્ત નિર્ણય અને વર્તન માટેની ચર્ચા-મિટિંગ તે સત્સંગ.
    સત્સંગ ખરેખર પારસમણિનું કાર્ય કરી શકે છે. ઉ
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ કારણોએ સિતારાઓની સ્મોકિંગ છોડાવી, તમે પણ છોડી દો પિતૃ પક્ષ દરમિયાન તુલસી સાથે જોડાયેલી આ ત્રણ ભૂલો ના કરતા નવરાત્રીના નવ રંગોની સૂચિ Antilia કરતાં પણ અનેક ગણું મોટું છે ભારતમાં આવેલું આ ઘર, એક વાર જોશો તો…