ટોપ ન્યૂઝનેશનલ

વર્લ્ડ કપ જોવા ગયા, પણ મણિપુર જઇ ન શક્યા…., કોંગ્રેસની વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર ટીકા

નવી દિલ્હી: રવિવારે વર્લ્ડ કપ ફાઇનલ જોવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી, શાહરુખ ખાન, રણવીર સહિત અનેક બોલીવુડ કલાકોરો સહિત દોઢ લાખ પ્રેક્ષકો સામે ઓસ્ટ્રેલિયાએ 140 કરોડ ભારતીયોનું સપનું ચકનાચૂર કરી દીધું. અને 12 વર્ષ બાદ ભારતની વર્લ્ડ કપ જીતવાની ઇચ્છા અધૂરી રહી ગઇ. દરમીયાન ભારત-ઓસ્ટ્રેલિયા વર્લ્ડ કપ ફાઇનલ જોવા પહોંચેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર હવે કોંગ્રેસે નિશાનો સાધ્યો છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રાયોરિટીઝ સ્પષ્ટ દેખાઇ રહી છે. તેમની પાસે મણિપુર જવા માટે સમય નથી. પણ ક્રિકેટ મેચ જોવા માટે સમય જ સમય છે. એવી ટીકા કોંગ્રેસના નેતા જયરામ રમેશે કરી છે. રવિવારે રાત્રે ભારત-ઓસ્ટ્રેલિયાની મેચ પૂરી થયાં બાદ જયરામ રમેશે કહ્યું કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં તેમના નામે બનેલા સ્ટેડિયમમાં મેચ જોવા માટે સમય કાઢ્યો. હવે આવતી કાલથી તેઓ રાજસ્થાન અને તેલંગણા જઇને કોંગ્રેસને ગાળો આપશે. છતાં તેમને મણિપૂર જવા માટે સમય મળી નથી રહ્યો. ત્યાં હજી પણ તનાવ પૂર્ણ વાતાવરણ છે.


કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ટીમ ઇન્ડિયાની પ્રશંસા કરી હતી. આખા વર્લ્ડ કપમાં તમારા પરફોર્મન્સ માટે દરેક ભારતીયને ગર્વ છે. જ્યારે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પણ ટીમ ઇન્ડિયાની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે, ટીમ ઇન્ડિયા તમે આખા વર્લ્ડ કપમાં બહુ સારું પરફોર્મ કર્યું છે. જીતો કે હારો અમે કોઇ પણ પરિસ્થિતીમાં તમારા પર પ્રેમ કરીએ છીએ. આપડે આગામી વર્લ્ડ કપ જીતીશું.


આ સિવાય કોંગ્રેસના નેતા સુપ્રિયા શ્રીનેટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો એક વિડીયો એક્સ એકાઉન્ટ પર પોસ્ટ કર્યો છે. જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી હસી રહ્યાં છે. આ વિડીયો પોસ્ટ કરી સુપ્રિયા શ્રીનેટે વડા પ્રધાન પર નિશાનો સાધીને કહ્યું કે, અમારી ટીમની આંખોમાં આસું છે, દેશના લોકો નીરાશ છે પણ પેલા (પીએમ) આટલું કેમ હેસ છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button