IPL 2024સ્પોર્ટસ

વર્લ્ડકપ હાર્યા બાદ આંખોના આંસુ રોકાઇ નહતા રહ્યાં… વિરાટ થયો ભાવુક, વિરુષ્કાનો એ ફોટો થયો વાઇરલ

અમદાવાદ: વર્લ્ડ કપ 2023ની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 6 વિકેટથી હરાવીને છઠ્ઠીવાર વર્લ્ડ કપ મેળવ્યો છે. ભારતની હાર બાદ ક્રિકેટ રસિયાઓમાં નારાજગી વ્યાપી હતી. ઘણાંમી આંખોમાંથી આસું રોકાવાનું નામ નહતાં લઇ રહ્યાં. દરમીયાન ટીમ ઇન્ડિયાના ખિલાડીઓ પણની આંખો પણ છલકાઇ આવી હતી. રમ મશીન વિરાટ કોહલી આ હારને કારણે ભાવક થઇ ગયો હતો તે સમયનો વિરાટ અને અનુષ્કાનો ફોટો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થઇ રહ્યો છે.

ભારતની હાર બાદનો વિરાટ કોહલી અને અનુષ્કા શર્માનો એક ફોટો સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યો છે. આ ફોટો જોઇ ચાહકોની આંખો પણ ભરાઇ આવી હતી. આ ફોટોમાં અનુષ્કા શર્મા વિરાટ કોહલીને હગ કરતી દેખાય છે. આ ફોટો જોઇને ચાહકો પણ ભાવુક થઇ ગયા હતાં. ત્યારે હવે વિરુષ્કાનો આ ફોટો સોશિયાલ મીડિયા પર શેર કરી લોકો અનુષ્કાની પ્રશંસા કરી રહ્યાં છે.


વિરાટ અને અનુષ્કાના વાઇરલ ફોટો પર ચાહકોએ ખૂબ કમેન્ટ્સ વરસાવ્યા છે. પત્ની હોય તો આવી, અનુષ્કા તુ કમાલ છે, થેંક્યુ અનુષ્કા અમારા હિરોને સંભાળ્યો તે બદ્દલ, અનુષ્કા કાયમ વિરાટ સાથે, હારના દુ:ખમાં અનુષ્કા વિરાટ સાથે જેવી ઘણી કમેન્ટ નેટીઝન્સે કરી છે. જ્યારે કેટલાંક લોકો માત્ર વિરાટ અને અનુષ્કાને ટ્રોલ કરી રહ્યાં છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button