વ્હાઈટ ઓપન ડ્રેસમાં દિશાએ લગાવી આગ…
મુંબઈઃ દિશા પટણીના નવા લૂકે સોશિયલ મીડિયા પર આગ લગાવી છે, જ્યારે તેના બોલ્ડ અંદાજની જોઈને પણ લોકો દંગ રહી ગયા છે. દિશાના વ્હાઈટ કલરના ઓપન ડ્રેસની લોકોએ જોરદાર નોંધ લીધી હતી. આ ફોટોગ્રાફ પણ દિશાએ ઈન્સ્ટાગ્રામ પર પણ પોસ્ટ કર્યા હતા, જેને લોકો તરફથી જોરદાર પ્રતિક્રિયા મળી હતી.
બિકિની ક્વીને તેના ક્લાસિક લૂકને પણ એકદમ બોલ્ડ આપવામાં જરાય સંકોચ વ્યક્ત કર્યો નહોતો. અલગ અલગ અંદાજમાં પોઝ આપીને લોકોના દિલ જીતી લીધા હતા. વ્હાઈટ કલરના ડ્રેસમાં સજ્જ દિશાએ શેર કર્યા પછી વાઈરલ થયા હતા.
દિશાનો વ્હાઈટ ડ્રેસ પણ બંને બાજુથી ઓપન છે, જેમાં તેનું રંગ અને રુપથી સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ છે. દિશાના ચહેરા પર સટલ મેકઅપ અને કેમેરા સામે એકથી એક ચઢિયાતા કિલર પોઝ આપે છે, જ્યારે વાળ પણ બાંધી રાખ્યા છે. લાઈટ મેક-અપ ચારચાંદ લગાવી દીધા છે.
દિશા સોશિયલ મીડિયા પર તો હંમેશ ચર્ચામાં રહે છે, જ્યારે તેના બોલ્ડ સ્ટાઈલ, આઉટફીટની પણ ઈન્સ્ટાગ્રામ હોય કે પછી એક્સ પર અચૂક પોસ્ટ કરે છે. દિશા પટણીના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો આગામી દિવસોમાં યોદ્ધા ફિલ્મમાં જોવા મળશે. દિશા તેની આગામી ફિલ્મમાં સિદ્ધાર્થ મલ્હોત્રા જોવા મળશે. આ ઉપરાંત, દિશા પટણી સાઉથની ફિલ્મોમાં જોવા મળશે.