આમચી મુંબઈમહારાષ્ટ્ર

51 નારિયેળવાળો આ ટોટકો ટીમ ઈન્ડિયાને વર્લ્ડકપ જિતાડશે?

મુંબઈ: ભારત ઓસ્ટ્રેલિયા ખાતે રમાઈ રહેલી મેચમાં ઓસ્ટ્રેલિયન ટીમની ત્રણ વિકેટ બાદ લાંબા સમયથી ટીમ ઈન્ડિયા વિકેટ લેવાની પેરવીમાં છે. સ્ટેડિયમમાં મેચ જોવા આવેલા અને ઘરે બેસીને મેચ જોઈ રહેલાં ટીમ ઈન્ડિયાના સમર્થકો હવે ભારતની જિત માટે પ્રાર્થના અને દુઆઓનો સહારો લઈ રહ્યા છે. દરમિયાન થાણેના એક વ્યક્તિએ ટીમ ઈન્ડિયાની જિત માટે અનુષ્ઠાન કરવા માટે 51 નારિયેળનું ઓર્ડર આપ્યો હતો. આ વ્યક્તિનું એવું માનવું છે કે આ અનુષ્ઠાન ટીમ ઈન્ડિયા માટે ગુડલક લાવશે અને વર્લ્ડકપમાં ટીમને સફળતા મળશે.

ઓનલાઈન ફૂડ ડિલિવરી કરતી એપ દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરીને આ બાબતની માહિતી આપી હચી. જ્યારે ઓર્ડર કરનાર વ્યક્તિએ કંપનીની પોસ્ટ પર જવાબ આપીને ઓર્ડર પોતે જ આપ્યો હોવાનું કન્ફર્મેશન પણ આપ્યું હતું.
સોશિયલ મીડિયા પર આ પોસ્ટ શેર કરવામાં આવ્યા બાદ અનેક લોકોનું ધ્યાન આ પોસ્ટ તરફ ખેંચાયું હતું અને લોકો આ ટોટકા વિશે વાત કરી રહ્યા છે.

ઓર્ડર આપનાર વ્યક્તિએ સ્વિગીની ટ્વીટનો જવાબ આપ્યો હતો કે હા હું થાણેનો વ્યક્તિ છું અને ખોટા દેખાડા માટે 51 નાળિયેર ઓર્ડર કર્યા છે. જ્યારે એક યુઝરે સોશિયલ મીડિયા પર આ વ્યક્તિને ટીમ ભાવના દેખાડવા માટે પ્રસંશા કરી હતી. જ્યારે બીજા કેટલાક લોકોએ આ વ્યક્તિની મજા ઉડાવી હતી કે આ 51 નાળિયેરનો ઉપાય ટીમ ઈન્ડિયાના પ્રદર્શન પર શું અસર કરશે.

અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલાં સેમિફાઈનલ વખતે આ જ વ્યક્તિએ ભારતની જિત માટે 240 અગરબત્તીઓનો ઓર્ડર કર્યો હતો. આ માહિતી પણ સ્વિગીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપી હતી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ પોસ્ટ ખૂબ જ વાઈરલ થઈ રહી છે અને યુઝર્સ તેના પર મજેદાર કમેન્ટ પણ કરી રહ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button