પીચ પર જ વિરાટ કોહલી અને ગ્લેન મેક્સવેલ ટકરાયા અને મેક્સવેલે કર્યું કંઈક એવું કે…
અમદાવાદઃ અમદાવાદ ખાતે ભારત અને ઓસ્ટ્રેલિયાની રસાકસીથી ભરપૂર મેચ રમાઈ રહી છે અને અમદાવાદમાં માહોલ એકદમ ગરમાગરમીવાળો છે. આ બધા વચ્ચે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં ટીમ ઈન્ડિયાનો સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી અને ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલ વચ્ચે મજેદાર નોંકઝોક જોવા મળી રહી છે.
મળી રહેલી માહિતી પ્રમાણે ટીમ ઈન્ડિયાની બેટિંગ વખતે વિરાટ કોહલી અને ગ્લેન મેક્સવેલ એકદમ બીજા સાથે ભીડી ગયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે ફાઈનલમાં વિરાટ કોહલીએ 63 બોલમાં 54 રન કર્યા હતા.
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ટીમ ઈન્ડિયા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી મેચ દરમિયાન આ નજારો જોવા મળ્યો છે. ટીમ ઈન્ડિયાના ધાકડ બેટ્સમેન વિરાટ કોહલી જ્યારે બેટિંગ કરી રહ્યો હતો ત્યારે ફિલ્ડિંગ કરી રહેલાં ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલે તેની સાથે પંગો લીધો હતો. કોહલી અને મેક્સવેલ વચ્ચેની નોકઝોકનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહી છે.
બેટિંગ દરમિયાન જ્યારે વિરાટ રન માટે દોડી રહ્યો હતો ત્યારે ગ્લેન મેક્સવેલે એક થ્રો કર્યો હતો, જે સીધું વિરાટ કોહલીના હાથ પર લાગ્યો હતો. ત્યાર બાદ કોહલી અને મેક્સવેલ બંને એકબીજાની આંખોમાં આંખો મિલાવીને જુએ. વિરાટ છાતી પહોળી કરીને ગ્લેન સાથે ટકરાય છે. પછી બંને જણ એકબીજાની નજીક જોઈને હસતાં જોવા મળે છે. સોશિયલ મીડિયા પર વિરાટ કોહલી અને ગ્લેન મેક્સવેલનો વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ વાઈરલ થઈ રહ્યો છે.