IPL 2024મનોરંજન

વર્લ્ડ કપ ફાઈનલ: આશા ભોસલેનો ચાનો કપ ઉપાડતો જોવા મળ્યો આ અભિનેતા

અમદાવાદઃ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત-ઑસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપ-2023ની ફાઈનલ રમાઇ રહી છે. બંને ટીમ વચ્ચે જબરદસ્ત મુકાબલો ચાલી રહ્યો છે. મનોરંજન જગતની અને ઉદ્યોગજગત ઉપરાંત રાજકારણની અનેક હસ્તીઓ આ મેચ જોવા સ્ટેડિયમમાં પહોંચી છે. દરમિયાન શાહરુખ ખાન અને આશા ભોંસલેનો એક ખૂબ જ ક્યૂટ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને તમે પણ કિંગ ખાનના વખાણ કરશો. શાહરૂખ ખાન અને આશા ભોંસલેના આ વીડિયોને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે.

આશા ભોસલે પણ ફાઇનલની મેચ જોવા અમદાવાદ પહોંચ્યા છે. સ્ટેડિયમમાં આશા ભોસલેની બાજુમાં બોલિવૂડ સ્ટાર શાહરૂખ ખાન બેઠેલો જોવા મળી રહ્યો છે. આ વીડિયોમાં શાહરૂખ ખાન આશા ભોસલેનો ચાનો કપ ઉઠાવતો જોવા મળી રહ્યો છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button